સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th July 2021

જુનાગઢ શ્રી ભારતી આશ્રમે કોરોનાકાળમાં સેવા આપનાર યોધ્ધા અને ૧૩૪ સંસ્થાઓનું સન્માન

જુનાગઢ : ભારતી આશ્રમ ખાતે ગુરૂપુર્ણીમાં પર્વની અનોખી રીતે સરકારશ્રી ગાઇડ લાઇનનું ચુસ્ત પણે પાલન કરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભારતી આશ્રમના સંસ્થાપક બ્રહ્મલીન સંત પુ. વિશ્વંભરભારતીજી મહારાજની સમાધીનું તેમના શિષ્ય હરીહરાનંદભારતીબાપુ તેમજ લઘુમહંત મહાદેવ ભારતીબાપુ મનોજભાઇ જોબનપુત્રા નંદલાલભાઇ સહિતનાની ઉપસ્થિતીમાં કરાયું હતુ. બાદમાં મ્યુ. કમિશ્નર આર.એમ.તન્ના ધારાસભ્ય ભીખાભાઇ જોષી, પુર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ સહિતનાની ઉપસ્થિતિમાં શ્રી આર.એમ.તન્ના તથા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું કોરોના વોરિયર્સ તરીકે શાલ ઓઢાડી સન્માન પત્ર આપ્યુ હતુ. . હરીહરાનંદભારતીબાપુ તથા મહાદેવભારતીબાપુએ સન્માન કર્યુ હતુ. તેમજ કોરોના કાળમાં સેવા આપનાર ૧૩૪ જેટલી સેવાભાવી સંસ્થાઓના પ્રમુખ અને પ્રતિનિધિઓને શાલ ઓઢાડી સન્માન પત્ર આપી સન્માનીત કરાયા હતા. આ પ્રસંગે સંતવાણીનો કાર્યક્રમ યોજાયેલ જેમાં ભજનીક નિરંજન પંડયાએ સંતવાણીના સુર રેલાવતા તેને બિરદાવતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી, મનોજભાઇ જોબનપુત્રા સહિતના નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ) 

(12:59 pm IST)