News of Wednesday, 28th July 2021
ધોરાજીની ચીત્સીયા કોલોનીમાં ચોથા માળેથી યુવાન પડી જતા સારવારમાં
(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ર૮ : સ્ટેશન રોડ પર આવેલ ચીત્સીયા કોલોની ખાતે રહેતા સદામ અજીજ શ્યામવાલા (ઉ.વ.ર૭) વાળો પોતાના મકાનમાં ૪ થા માળે રહે છે અને અચાનક પડી જતા ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં આવતા વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાયેલ હતો. આ બનાવ અંગે જમાદાર ભીમજીભાઇ ગંભીર તપાસ ચલાવી રહેલ છે.
(2:44 pm IST)