સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th July 2021

માળીયા (મી.) સ્વીફ્ટ કાર ડિવાઈડર કુદી રીક્ષા ઉપર ત્રાટકી : રીક્ષાચાલકનું મોત : માળીયા-અમદાવાદ હાઇવે ઉપર વિચિત્ર અકસ્માત

માળીયા (મી.) : માળીયા અમદાવાદ હાઇવે ઉપર માળિયાથી વીસેક કિલોમીટર દૂર સ્વીફ્ટ કાર ડિવાઈડર કુદી રોંગ સાઈડમાં જતી રહી હતી અને સામેથી આવતી રીક્ષા સાથે અકસ્માત સર્જતાં રીક્ષાચાલકનું મોત નીપજ્યું હતું.
 પ્રાપ્ત વિગતો મુજબ માળીયા હળવદ હાઇવે ઉપર સ્વીફ્ટ કાર નં. GJ-01-HQ-3129ના ચાલકે પુર ઝડપે અને ગફલત રીતે કાર ચલાવી ડીવાઈડર કુદાવીને રોંગ સાઈડમા રિક્ષા રજી.નં.GJ-27-W-2871 સાથે અકસ્માત સર્જતાં રીક્ષાચાલક રાજુભાઇ ગોત્રેકીયાને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત નીપજ્યુ હતું અને સાહેદને નાની મોટી ઈજાઓ પહોચી હતી.
 આ અકસ્માતની ઘટના અંગે મૃતકના પુત્ર ગૌતમભાઈ રાજુભાઈ ગોત્રેકીયા (રહે. સતાપર, તા. ધ્રાંગધ્રા વાળાએ મારુતી સુઝીકીની સ્વિફ્ટ કાર GJ-01-HQ-3129ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૨૭૯ ૩૩૭ ૩૩૮ ૩૦૪(અ) એમ.વી.એક્ટ કલમ ૧૭૭ ૧૮૪ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

(9:19 pm IST)