સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th July 2021

મોરબીના શનાળા રોડ પરથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે પુષ્પરાજસિંહ જાડેજા ઝડપાયો

એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગ દરમિયાન શનાળા રોડ મહેશ હોટલ વાળી શેરી પાસેથી ઝડપી લીધો

મોરબીના શનાળા રોડ પરથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ લઈને જતા ઈસમને પોલીસે ઝડપી લઈને મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શનાળા રોડ મહેશ હોટલ વાળી શેરીમાં આરોપી પુષ્પરાજસિંહ શક્તિસિંહ જાડેજા (ઉ.વ.૨૬) (રહે નવલખી રોડ જલારામ પાર્ક વાળા ) પાસેથી ઈંગ્લીશ દારૂની ૦૩ બોટલ મળી આવતા પોલીસે ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૯૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(9:26 pm IST)