સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th July 2021

મોરબીમાં જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સાયન્સ અને ટેકનોલોજી અવેરનેસ પ્રોગ્રામ

આધુનિક ટેક્નોલોજી પર બાળકોને ટ્રેનીંગ આપવા નિશુલ્ક સાયન્સ અને ટેકનોલોજી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું

મોરબી:  શહેરમાં સૌપ્રથમ વખત જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઓમ શાંતિ રીસર્ચ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે સંસ્થા પ્રમુખ ટી ડી પટેલ દ્વારા ઓમ શાંતિ રીસર્ચ સેન્ટર શરુ કરાયું હોય જે સંસ્થા દ્વારા મોરબીમાં નિશુલ્ક સાયન્સ અને ટેકનોલોજી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું છે

રીસર્ચ સેન્ટર દ્વારા બાળકો આધુનિક ટેકનોલોજી જેવી કે ડ્રોન ડેવલોપમેન્ટ, 3D પ્રિન્ટર, એરોમોડલિંગ, રોબોટિક્સ, કોમ્પ્યુટર કોડિંગ, બેઝિક ઈલેક્ટ્રોનિક્સ, આર્ડ્યુનો વગેરે જેવી આધુનિક ટેક્નોલોજી પર બાળકોને ટ્રેનીંગ આપવામાં આવે છે. સંસ્થા દ્વારા સાયન્સ અને ટેક્નોલૉજી અવેરનેસ પ્રોગ્રામનું તા. ૦૧ ઓગસ્ટ ને રવિવારે સવારે ૧૦ કલાકે નિ:શુલ્ક આયોજન કરવામાં આવશે. આ પ્રોગ્રામ માં બાળકો તથા તેમના વાલીઓ પણ ભાગ લઈ શકશે. આ પ્રોગ્રામ માં ભાગ લેવા માટે નીચેની લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. તેમજ +9179843 78128 પર પણ સંપર્ક કરી શકો છો.

(9:34 pm IST)