સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

વડિયા પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક સપ્તાહથી ઓનલાઇન કામગીરી ઠપ્પ થતા લોકોને ધરમના ધક્કા

ઓફલાઇન કાર્ય સિવાય તમામ કામ બંધ કયારે શરૂ થાય તે પણ નક્કી નહિ !

વડિયા તા. ૩૮ : દેશના વિકાસમાં સંદેશા વ્યવહાર અને બચતનો નોંધનીય ફાળો રહેલો છે. સંદેશા વ્યવહારનુ કામ સરકારી ધોરણે ઇન્ડિયન પોસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓની કામગીરી પણ પોસ્ટ ઓફિસમાં થાય છે. તેમાંઙ્ગમોટાભાગની કામગીરી ઓનલાઇન સોફટવેર દ્વારા થાય છે પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી આ કામગીરી કોઈ ટેકિનકલ કારણોને હિસાબે અટકીઙ્ગ પડી છે.

જાણવા મળતી વિગત મુજબ સમગ્ર સિસ્ટમને રીપેરીંગ માટે અમરેલી મોકલવામાં આવી છે હજુ કયારે સમગ્ર સિસ્ટમ ચાલુ થશે તે કહેવુ શકય નથી.  આ સિસ્ટમ બંધ થતા લોકોના પીએલ આઈ અને બીજી બચત યોજનાઓના પ્રીમિયમ ભરવામાં ખુબ મુશ્કેલી પાડી રહી છે. લોકોને પોસ્ટમાં ઝડપી ટપાલ સેવા પણ આ બાબતથી પ્રભાવિત થઇ છે અને લોકોને પોસ્ટ ઓફિસના કામ માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે.

જો આ સિસ્ટમ રીપેરીંગ ઝડપથી કરી ફરી તમામ સેવાઓ રાબેતા મુજબ કરવામાં આવે તો લોકોને પડતી હાલાકી બંધ થાય. તેવી લોક માંગણી જોવા મળી રહી છે.

(9:38 am IST)