સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

ગારીયાધારમાં જુગાર રમતા ચાર શખ્સો પોલીસ ઝપટે ચડયા

ગારીયાધાર તા. ર૮ :.. ગારીયાધાર તાલુકાના માંડલી ગામેથી અશોક લવજી મોરડીયા, પરસોતમ લવજી ભીકડીયા, ભગવાન વાલજી બેલડીયા તથા મહેશ જાદવ બેલડીયાને જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા ઝડપી લીધા છે.

ચારેય શખ્સો સામે ફરીયાદી હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ગોહીલે જૂગાર ધારા ૧ર મુજબ ફરીયાદ નોંધી પટમાંથી રૂ. ૬રપ૦ રોકડ રકમ કબ્જે કરેલ છે. વધુ તપાસ હાથ ધરાઇ છે.

(11:15 am IST)