સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

વઢવાણ : હઝરત નવ શહીદ પીરબાબાની દરગાહમાં ર દિવસીય ઉર્ષ મોકુફ

વઢવાણ તા.૨૮ : વઢવાણ તા.૨૮ : દસાડાના જૈનાબાદ ગામે કોમી એકતાના પ્રતિક સમાન હઝરત નવ શહીદ પીરબાબાની દરગાહે દર વર્ષે ભાદરવા સુદ ૧૩ તથા ૧૪ યોજાતો બે દિવસીય ઉર્ષ મુબારક (મેળો) ઇ.સ.૧૮૩૨થી તે વખતના સ્ટેટ (રાજવી) જોરવરખાનજી બાપુએ આ મેળાની શરૂઆત કરવામાં આવી ત્યારથી રાબેતા મુજબ ઉર્ષ મુબારક યોજાતો રહ્યો છે. કોરોના વાયરસની મહામારીને લઇને ૧૮૮મો ઉર્ષ મુબારક (મેળો) મોકુફ રાખેલ છે.

આ દરગાહમાં એક બહેન તેના ૮ ભાઇઓ શહીદ થતા બહેને ખુદા પાસે દુઆ માંગી અને પોતે જીવતા જ જમીન સમાધી લીધી. તેમની સાથે તેમના કુટુંબના આઠ સભ્યો પણ શહીદ થયેલા છે. તેમની કબરો પણ મોજુદ છે. બીજી ચાર કબરો જે જૈનાબાદ સ્ટેટની છે જેમના નામ ઉપરથી જૈનાબાદ ગામનું નામ પડેલ જે નામદાર જૈનાખાનજી બાપુની એ તેમની હાજરીમાં બે ગીલાઠ મંગાવેલ. એક ભારના મહાન સુફી સંત હઝરત ખ્વાજા ગરીબની દરગાહે અજમેર શરીફ ચઢાવેલ અને બીજો ગીલાફ જૈનાબાદ હઝરત નવ શહીદ પીર બાબાની દરગાહે દર વર્ષે ચઢાવવામાં આવે છે.

(11:30 am IST)