કુંકાવાવ ચેમ્બરના પ્રમુખ અરવિંદભાઇ સોનીની ડિસ્ટ્રીક ચેમ્બરના સંગઠન મંત્રી પદે વરણી
(કીર્તિકુમાર જોષી દ્વારા) કુંકાવાવ (મોટી),તા. ૨૮: અમરેલી ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ચતુરભાઇ અકબરી દ્વારા કુંકાવાવ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અરવિંદભાઇ સોનીની અમરેલી ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સના 'સંગઠન મંત્રી 'તરીકે નિયુકત કરવામાં આવતા કુંકાવાવ તાલુકાનું ગૌરવ વધ્યું છે.
ઘણા વર્ષોથી તેઓ કુંકાવાવ ચેમ્બર પ્રમુખ તરીકે વહેપારીઓના વિવિધ અને જટીલ પ્રકારના પ્રશ્નો તેમજ જાહેર હિતનાં વિવિધ પ્રશ્નો જેવાં કે રેલ્વે, બેંક, એસટી આરોગ્ય, શિક્ષણ વગેરે સરકારી પ્રશ્નો ઉકેલવામાં સર્વે આગેવાનોને સાથે રાખી સકારાત્મક પ્રયાસો કરેલ છે. જિલ્લા કક્ષાના ડિસ્ટ્રીક ચેમ્બરના 'સંગઠન મંત્રી' તરીકે પસંદગી પામતા કુંકાવાવ તેમજ તાલુકાના તથા અમરેલી જિલ્લાના આગેવાનો તેમજ પત્રકારોએ તેમજ કુંકાવાવ વેપારી મહામંડળ તેમજ કુંકાવાવ ચેમ્બરના હોદેદારો મેમ્બરો, ગ્રામજનો, સોની સમાજ તેમજ દરેક સમાજના આગેવાનોએ અરવિંદભાઇ સોનીને શુભેચ્છાઓ પાઠવી છે.