ખોખરા ગામના ડુંગરમાં જુગાર રમતા ઝડપાયા
ભાવનગર : લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફઙ્ગ રાઉન્ડમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે નાના ખોખરા ગામ સરવણીયા વાળી સીમમા ડુંગરમા ખોડીયાર માતાની દેરી પાસે જાહેરમાં મોબાઇલની લાઇટના અજવાળે અમુક ઇસમો જુગાર રમે છે જે હકિકત આધારે (૧) આશીષભાઇ ઉર્ફે આસલો રણજીતભાઇ મકવાણા/કોળી ઉવ.૨૯ રહે.ઘોઘારોડ જકાનનાકા રાજારામના અવેડા વાળા ખાંચામા ભાવનગર (૨) જુનેદભાઇ ઉર્ફે જુનો રહેમાનભાઇ જેઠવા/ઘાંચી ઉવ.૨૩ રહે.દ્યોદ્યા જકાતનાકા ડ્રેગન શેરી ભાવનગર (૩) ભાવેશભાઇ દુલાભાઇ ચૌહાણ/કોળી ઉવ.૨૩ રહે.તરસમીયા રોડ મહાદેવ નગર સોસાયટી આરાધના સ્કુલની સામે ભાવનગર (૪) અમનભાઇ ઉર્ફે ભુરો હામીરભાઇ લોટીયા/વોરા ઉવ.૨૨ રહે.ભગાતળાવ લાલગર બાવાના મઢ પાસે ભાવનગરને તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦/- તથા રોકડ રૂ.૩૧,૧૭૦/-ઙ્ગ મળી કુલ કિ.રૂ.૩૧,૬૭૦/- નાં મુદ્દામાલઙ્ગ સાથે પકડાય જતા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ સાગરભાઇ જોગદિયા તથા હેડ કોન્સ મહેન્દ્રભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ દ્યનશ્યામભાઇ ગોહીલ તથા હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા ભૈપાલસિંહ ચુડાસમા તથા પો.કોન્સ સંજયભાઇ ચુડાસમા એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.