સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષામાં ૩ દિ'માં ૨૭૮ વિદ્યાર્થીઓ ગેરહાજર : ૭ કોપી કેસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૮: ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કાની શરૂ થયેલ સ્નાતક કક્ષાની સેમ.૬, અનુસ્નાતક કક્ષાની સેમ.૨, ૪, એલએલ.બી./એમ.આર.એસ./એલએલ.એમ./એમ.એડ. વિગેરેની પરીક્ષામાં આજ રોજ ત્રીજા દિવસે બે સેશનમાં કુલ ૧૩૩૯૯ વિદ્યાર્થીઓમાંથી ૨૭૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના તમામ અંતરીયાળ ૮૦ જેટલા કેન્દ્રો પર વિદ્યાર્થીઓએ સંપૂર્ણ સ્વસ્થ વાતાવરણમાં શાંત ચિતે પરીક્ષા આપી હતી.

આજ રોજ ગુજરાતી, કોન્સ્ટીટ્યુશનલ લો, કોર્પોરેટ ફાઈનાન્સિયલ રીપોર્ટીંગ તથા ક્રિએટીવ ઇન ઇન્કલુંઝીવ સ્કૂલ વિષયમાં કુલ ૦૭ કોપીકેસ થયા હતા. બી.એડ. સેમ-૪, એમ.કોમ. સેમ-૨, એલએલ.બી. સેમ-૨ તથા એમ.એ. સેમ-૨ ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા. જેમાં સુપાસી ખાતે ૨, સુત્રાપાડા ખાતે ૨, દ્વારકા ખાતે ૧, ગીર ગઢડા ખાતે ૧ તથા કેશોદ ખાતે ૧ કોપીકેસ કરવામાં આવ્યા હતા. અલગ-અલગ સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી મોનીટરીંગ દ્વારા ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાથે-સાથે કોરોના સામેની તકેદારીરૂપે દરેક પરીક્ષા કેન્દ્રોઉપર તમામ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે.તેમ યુનિવર્સિટીની સતાવાર યાદીમાં જણાવાયું હતું.

(11:54 am IST)