સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

નાગેશ્રીના ભાભલુ વરૂને શિક્ષણે ખાતાએ સસ્પેન્ડ કર્યો : નરેશ ચૌહાણ કયારે થશે ?

અમરેલી જિ.માં વ્યાજ વટાવ -જમીન દબાણની ફરિયાદના પગલે : રાજુલાના ધારેશ્વરના શિક્ષક ઉપર ફરિયાદ થયા બાદ ફરાર છે : ફરાર શિક્ષકને ધીરધાર અને બાંધકામનો મોટા કારોબાર હોવાની ચર્ચા શિક્ષકને ઝડપવા પોલીસ સતર્ક બની

(શિવકુમાર રાજગોર દ્વારા) રાજુલા,તા. ૨૮: અમરેલી જિલ્લામા વ્યાજ વટાવ ના નેટવર્કને અમરેલીના એસ.પી. શ્રી નિર્લિપ્ત રાયએ સઘન ઝુંબેશ ચલાવી ચમરબંધી ઓને જેલ હવાલે કર્યા બાદ એક માસ પહેલા નાગેશ્રીના અને બાલાનીવાવ ગામે નોકરી કરતા ભાભલુ વરૂ પર ચાર જેટલી ફરીયાદ થતા જેલ હવાલે થયા બાદ ખાંભા તાલુકાના રાણીગપરા ગામના ફરીયાદી જયંતિ રાદ્યવ સોડવડીયાએ પોતાની જમીન કબજો કરી લીધાનીને ગેરકાયદે નાણા ધિરાણ કરીને ઉચુ વ્યાજ વસુલી ને જમીન પડાવી લેવાની ફરીયાદ ખાંભા પોલિસ સ્ટેશનમાં દાખલ કરતા હાલ તો એ શિક્ષક કે જે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘનો ખજાનચી છે તે જેલ હવાલે છે.

જેમા અન્ય આરોપી રાજુલા તાલુકાના ધારેશ્વર ગામનો પ્રાથમિક શિક્ષક નરેશ ચૌહાણઙ્ગ રે. રાજુલા જે ફરાર થઈ ગયેલ છે. પોલીસ તેને પકડવા આકાશ પાતાળ એક કરી રહેલ છે.આ શિક્ષક નરેશ ચૌહાણ વિરુદ્ઘમા ધારેશ્વર ગામના જ ખેડુતો એ રાજુલા પોલિસ મા પણ ફરીયાદમા તેમનો નામનો ઉલ્લેખ થતા નરેશ વિરુદ્ઘ મા પોલિસ સતર્ક બની હતી.

ખાંભા પોલિસ સ્ટેશનમા પણ વ્યાજે નાણા આપવા, જમીન પર કબજો કરવા તેમજ ધાક ધમકી આપ્યાની ફરીયાદ દાખલ થતા નરેશ ચૌહાણ ભૂગર્ભમા ઉતરી ગયો છે. બીજી તરફ શિક્ષક આલમમા એવી ચર્ચાઓ ચાલે છે કે આ શિક્ષક નરેશ ચૌહાણ રાજુલામા કરોડોની કિમતના મકાન પ્લોટો ની મીલ્કત રાજુલા શહેર તેમજ અન્ય જગ્યાએ ધરાવે છે.તેમજ રાજુલા શહેરમા બાંધકામ નુ નેટવર્ક ધરાવે છે.

આ લોકો આ વિસ્તારમા કેટલા બાનાખતો કરાવીને જમીન મકાન પડાવી લીધા તે તો આરોપી પકડાય ત્યારે જ બહાર આવશે. બીજી તરફ ભાભલુ વરુ ને શિક્ષણ ખાતા એ સસ્પેન્ડ કરીને અન્ય તાલુકામાં બદલી કરી છે ત્યારે આ નરેશ ચોહાણને તેમના પર થયેલી એફ. આઈ. આર.ને ધ્યાને લઇને શિક્ષણ ખાતુ સસ્પેન્ડ કરશે કે બદલી કરીને સંતોષ માનશે..? તેવુ શિક્ષક આલમમાં ચર્ચાઈ રહ્યુ છે.

(11:55 am IST)