સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

માળીયાના વેજલપર ગામે સાત પત્તા પ્રેમીઓ ઝડપાયા

મોરબી : માળિયા તાલુકાના વેજલપર ગામે કોળીવાસમાં રહેતા જીતેન્દ્ર હેમજીભાઈ ગડેશીયાના મકાનમાં જુગાર રમતા હોય જેથી પોલીસે દરોડો કરીને જુગાર રમતા જીતેન્દ્ર હેમજીભાઈ ગડેશીયા, ધનજીભાઈ નાનજીભાઈ ઝીન્ઝુવાડિયા, રણજીતભાઈ મગાભાઇ ઝાલા, ગણપતભાઈ નરશીભાઈ ઝીન્ઝુવાડિયા, રવજીભાઈ ભુપતભાઈ ગડેશીયા, અશોકભાઈ હીરાભાઈ ઝીન્ઝુવાડિયા અને જગદીશભાઈ વસંતભાઈ ગોસ્વામી રહે બધા વેજલપર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૫,૪૦૦ જપ્ત કરી છે.

(11:55 am IST)