સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

પોરબંદર સિવિલને કોરાના દર્દી દીઠ દોઢ લાખની ગ્રાન્ટ માત્ર અફવા

મૃત્યુ બાદ પણ દર્દીઓને રકમ આપવાની જોગવાઇ નથીઃ ડી.ડી.ઓ વી.કે. અડવાણી

(હેમેન્દ્રકુમાર પારખે દ્વારા) પોરબંદર, તા.૨૮: સિવિલ હોસ્પિટલને કોરાનાના દર્દી દીઠ દોઢ લાખની ગ્રાન્ટ અપાતી હોવાનો સોશ્યીલ મીડીયામાં વાઇરલ મેસેજને ડી.ડી.ઓ વી.કે.અડવાણીએ અફવા હોવાનું જણાવેલ છે. આવી અફવાનું ખંડન કરતા ડીડીઓ વી.કે. અડવાણીએ જાહેર કરેલ કે સિવિલને આવી ગ્રાન્ટ માટે સરકારે કોઇ ઠરાવ કરેલ નથી.

કોરોનાના દર્દીના મૃત્યુ બાદ પણ રકમ આપવાની જોગવાઇ નથી. હાલ સિવિલમાં કોરોનાના દર્દીની સારવારનો ખર્ચ આરોગ્ય ખાતાની જોગવાઇમાંથી કલેકટરની સતામાંથી કરવામાં આવે છે. તેમ ડીડીઓ વી.કે. અડવાણીએ જણાવેલ છે.

(12:51 pm IST)