સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

કચ્છના નખત્રાણાની કોલેજને ગ્રાન્ટ ઈન એઈડની મંજૂરી : કચ્છના સરહદી ક્ષેત્ર નખત્રાણાની કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત GMDC આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજની સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ તત્કાલિન જનપ્રતિનિધિ શ્રી પ્રદ્યુમનસિંહજીએ કરેલી રજૂઆતનો યુવા છાત્રોના વ્યાપક હિતમાં સકારાત્મક પ્રતિસાદ : નખત્રાણા વિસ્તારના યુવાઓને ઘરઆંગણે જ કોલેજની સુવિધા યથાવત રહેશે

ભુજ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છ જિલ્લાના સરહદી ક્ષેત્ર નખત્રાણા તાલુકાની એક માત્ર આર્ટસ-કોમર્સ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ તરીકેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

 કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત નખત્રાણા ની આ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વર્ષ ર૦૦૧થી GMDC દ્વારા ચાલી રહી છે. 

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ આ વિસ્તારના તત્કાલિન જનપ્રતિનિધિ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ યુવા છાત્રોના હિતમાં રજૂઆત કરી હતી કે, આ કોલેજનું સંચાલન રાજ્ય સરકાર ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા તરીકે કરે તો નખત્રાણા અને આસપાસના ગામોના યુવા છાત્રોને કોલેજ કાર્યરત રહેવાથી ઘરઆંગણે જ અભ્યાસની સુવિધા મળી રહે* 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતાં GMDC નખત્રાણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા તરીકે રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 

નખત્રાણાના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ તરીકે કાર્યરત રાખવાની મંજૂરી આપતાં હવે સ્થાનિક વિદ્યાર્થીઓને સરળતાએ કોલેજ અભ્યાસ નજીકના સ્થળે યથાવત ઉપલબ્ધ થશે અને ભૂજ જવું નહિ પડે.

(1:33 pm IST)