સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

ધોરાજી-ઉપલેટા તાલુકામાં જમીન ધોવાણ થવા પ્રશ્ને ધારાસભ્ય વસોયા ઉપવાસી પલાંઠી વાળશે

ખેડૂતોના પાકને થયેલ નુક્શાનનું સત્વરે સર્વે કરવાની માંગ સાથે ઉપવાસ આંદોલનની કરી જાહેરાત

ધોરાજી :- લોકપ્રશ્ને વારંવાર રાજ્ય સરકાર સામે આંદોલનકારી માર્ગ પર ચાલનારા ધોરાજી-ઉપલેટના ધારાસભ્ય લલિત વસોયા ફરી ખેડૂતોના મુદ્દે ઉપવાસી પલાંઠી વાળવાની જાહેરાત કરી છે. જેના માટે પ્રાંત અધિકારી પાસે મંજૂરી માંગવા પણ પત્ર લખ્યો છે.

 વિશેષ લલિત વસોયાએ જણાવેલ કે તાજેતરમાં પડેલ અતિવૃષ્ટિને લીધે અને ડેમ ઓવર ફ્લો થતા ભાદર, વેણુ અને મોજ નદી કાંઠાના વિસ્તારોમાં ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ ચૂક્યું છે. અને ઉભો પાક નિષફળ ગયો છે. અંદાજે ત્રણ હજાર વિઘા જમીનમાં ઉભો પાક બળી ગયો અને ખેડૂતોને પારાવાર નુકશાન થયું છે ત્યારે તાત્કાલિક અસરથી ખેડૂતોની નુક્શાનીનું સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવે.

જો આગામી સોમવાર સુધીમાં સર્વે કામગીરી શરૂ નહીં થાય તો પ્રાંત અધિકારી કચેરી સામે ખેડૂત વિરોધી નીતિ સામે ગાંધી ચીંધ્યા રહે ઉપવાસ પર બેસવા ફરઝ પડશે. આ ઉપરાંત તેઓએ પ્રાંત અધિકારી પાસે ફક્ત એક વ્યક્તિની પ્રતીક ઉપવાસ માટેની મંજૂરી માંગી છે.

(7:13 pm IST)