સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

કચ્છમાં તળાવમાં ડૂબી જવાથી પિતા પુત્ર સહિત ૪ ના મોત

માંડવી, મુન્દ્રામાં બનેલા ત્રણ અલગ અલગ બનાવોમાં પાણીએ લીધો ૪ માનવ જિદગીઓનો ભોગ

(ભુજ) કચ્છમાં ભારે વરસાદ પછી જળાશયોમાં આવેલા નવા પાણીથી દૂર રહેવા તંત્રએ લોકોને અપીલ કરી હતી. તે વચ્ચે આજે પાણીમાં ડૂબવાથી ૪ માનવ જિંદગીનો ભોગ લેવાયો હતો. મુન્દ્રાના ભદ્રેશ્વરમાં તળાવમાં કપડાં ધોવા ગયેલા ૪૦ વર્ષીય વિધુર ભીમજી કમા પારિયાનું મોત નીપજ્યું હતું.

જ્યારે માંડવીના બાડા ગામે તળાવમાં નહાવા પડેલા વણિક પિતા પુત્રના અરેરાટીભર્યા મોત નિપજ્યા હતા. જેન્તીલાલ ખેરાજ ગડા અને તેમનો પુત્ર બન્ને ગામના તળાવમાં નહાવા પડ્યા ત્યારે યુવાન પુત્ર હર્ષ ડૂબવા લાગતા તેને બચાવવાના પ્રયાસમાં પિતા જેન્તીલાલ પણ ડુબતા ૬૫ વર્ષીય પિતા અને ૨૨ વર્ષીય પુત્ર બન્નેના મોત નિપજ્યા હતા. ત્રીજા બનાવમાં માંડવીના નાગલપર ગામે તળાવમાં નહાવા પડેલો ૧૪ વર્ષીય તરુણ યશ મૂળજી મહેશ્વરીનું મોત નીપજ્યું હતું.

(9:33 pm IST)