સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

જામનગર LCB નો સપાટો : પિસ્‍ટલ-તમંચા સાથે દિગ્‍જામ મીલ પાસેથી મુકેશ જાનીભાઇ શર્માને પકડી પાડ્યો : પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સીટી-સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ

જામનગર : LCB આજે સપાટો બોલાવ્યો હતો. પિસ્ટલ અને તમંચા સાથે દિગ્જામ મીલ પાસેથી મુકેશભાઇ જાનીભાઇ શમાને પકડી પાડયો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંગેનો ગુન્હો સીટી-સી ડીવીઝનના પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયો છે.

જામનગર : જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી શ્વેતા શ્રીમાલી નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો. ઇનૂસ શ્રી  એમ.જે.જલુના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો સઇ. શ્રી કે કે ગોહીલ તથા પો. .શ્રી આર.બી.ગોજીયા તથા  માણસો જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા,    દરમ્યાન એલ.સી.બી. ના ભગીરથસિંહ સરવૈયા, સંજયસિંહ વાળા। તથા દિલીપભાઇ તલાવડીયાને મળેલ  હકિકત આધારે દીગ્જામમીલ, મહાકાળી સર્કલ પાસેથી આરોપી મુકેશભાઇ જાનીભાઇ શર્મા રહે. હર્ષદમીલની ચાલી પાછળ,    પ્રણામીપાર્ક- જામનગર વાળાના કબ્જા માંથી એક દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ. ૫૦,૦૦૦/- તથા એક દેશી બનાવટનો તમંચો  કિ.રૂ. ૫૦૦૦/- નો મળી આવતા .એસ આઇ જયુભા ઝાલાએ કાયદેસરની કાર્યવાહી કરી મજકુર ઇસમ વિરૂધ્ધમા સીટી સી  ડીવી પોસ્ટેમા હથિયારધારા મુજબ ગુનો રેકડ કરાવેલ છે.    કાર્યવાહી પો.ઇન્સ.શ્રી એમ.જે.જલુ ની સુચના થી પો...શ્રી કે.કે.ગોહીલ, પો.. શ્રીઆર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સૂટાફના જ્યુભા ઝાલા,સંજયસિંહ વાળા, અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢાભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમભાઇ ભોચીયાહીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, વનરાજભાઇ મકવાણા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, અશોકભાઇ  સોલંકી, નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઇ ખાચર, નિર્મળસિંહ જાડેજા અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમારસુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, .બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્રારા કરવામા  આવેલ છે.

(11:05 pm IST)