સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th September 2021

મોરબીમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં બંધ કરાવવા પહોંચેલા આગેવાનો ડીટેઈન કરાયા

માર્કેટિંગ યાર્ડમાં બંધ કરાવે તે પૂર્વે પોલીસે ડીટેઈન કર્યા.

મોરબી : દિલ્હી ખાતે ખેડૂતો ખેડૂત વિરોધી કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે જે અંતર્ગત આજે બંધનું એલાન આપવામા આવ્યું હતું જોકે મોરબીમાં બંધની ખાસ અસર જોવા મળી ના હતી અને મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે બંધ કરાવવા પહોંચેલા કોંગ્રેસ આગેવાનો અને ખેડૂત આગેવાનોને પોલીસે ડીટેઈન કર્યા હતા

ખેડૂત વિરોધી કાયદાના વિરોધમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે બંધના પગલે કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, કાન્તિલાલ બાવરવા, મુકેશભાઈ ગામી, કે ડી પડસુંબીયા, અમુભાઈ હુંબલ અને ભાવેશ સાવરીયા સહિતના આગેવાનોએ ખેડૂતોના સમર્થનમાં અને ખેડૂત વિરોધી કાયદાના વિરોધમાં બંધમાં જોડાવવા અપીલ કરી હતી અને આજે બંધમાં જોડાવવા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ પાસે રૂબરૂ પહોંચ્યા હતા
જોકે પોલીસે આગેવાનોને ડીટેઈન કર્યા હતા ખેડૂતોના બંધના એલાનની કોઈ અસર જોવા મળી ના હતી મોરબીની તમામ મુખ્ય બજારો રાબેતા મુજબ ખુલ્લી રહી હતી તો યાર્ડમાં પણ બંધ જોવા મળ્યું ના હતું.

(12:57 am IST)