મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ :અડધાથી લઈને અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો.
મોરબી જીલ્લામાં સવારથી વરસાદી માહોલ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે અને સાંજ સુધીમાં મોરબી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ વરસ્યો હતો અડધાથી લઈને અઢી ઇંચ જેટલો વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે
બપોરે ધોધમાર વરસાદ શરુ થતા મોરબી શહેરના શનાળા રોડ, નગર દરવાજા, ચકીયા હનુમાન મંદિર વિસ્તાર, લાતીપ્લોટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તો કાયાજી પ્લોટ વિસ્તારમાં પાણી ભરાયેલ હોવાથી એક કાર ગટરમાં ખાબકી હતી
મોરબી જીલ્લામાં સવારે ૬ થી સાંજે ૬ સુધીમાં મોરબી તાલુકામાં ૬૦ મીમી, માળિયા તાલુકામાં ૧૫ મીમી, ટંકારા તાલુકામાં ૪૪ મીમી, વાંકાનેર તાલુકામાં ૫૫ મીમી અને હળવદ તાલુકામાં સૌથી વધુ ૬૮ મીમી વરસાદ નોંધાયો છે