સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 28th September 2021

દિવ કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજાનો આદેશ

આરોપી ૭ લાખનો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા

ઉના, તા., ૨૮ : ૩.પ૦ લાખ અને પ૦ હજારનો ચેક રીટર્ન થયાના કેસમાં મુળ ઉનાના હાલ અમદાવાદ રહેતા વેપારીને દિવ કોર્ટએ લાખો રૂપીયાનો દંડ તથા ર વર્ષની કેદની સજા આપી નોંધપાત્ર ચુકાદો આપી ૬ માસની કેદની સજા ફરમાવેલ છે.

દિવ કોર્ટમાં જાણવા મળતી વિગત મુજબ ઉના નગર પાલીકાના પુર્વ કર્મચારી હાલ દિવ રહેતા પ્રવિણચંદ્ર કલ્યાણભાઇ ગોરડીયા અને તેના દિકરા અલ્પેશ પ્રવિણભાઇ ગોરડીયા પાસેથી ઉનામાં જલારામ ટોબેકો નામની દુકાન ધરાવતા અને વી.સી.ચલાવતો હાલ અમદાવાદ રહેતો   વરજીવન નથુરામ રાયકંગોર ઉર્ફે વજુભાઇએ ધંધાના ઉપયોગ માટે મિત્રતાના દાવે હાથ ઉછીના રૂ.૩,પ૦,૦૦૦  ત્રણ લાખ પચાસ હજાર અને અલ્પેશ પાસેથી રૂ. પ૦,૦૦૦ પચાસ હજાર લીધા હતા અને ચેક આપેલ જયારે પાછા માંગો ત્યારે આપવા વચન આપેલ હતું. રકમ પિતા-પુત્રએ માંગવા છતા ના આપતા અંતે ચેક દિવની બેન્કમાં પ્રવિણભાઇ, પુત્રએ ભરેલ જે બેલેન્સ  ના હોવાથી પરત રીટર્ન થયેલ હતો.

પ્રવિણભાઇએ કાયદાકીય નોટીસ આપવા છતા રકમ ના આપતા અંતે ર૦૧૩માં દિવની કોર્ટમાં ચેક રીટર્ન કેસની ફરીયાદ દાખલ કરેલ.

દિવ કોર્ટના ન્યાયમુર્તિ જજશ્રી મહેશભાઇ પી.શરાફે આરોપી સામે કેસ માન્ય ગણી. આરોપી વરજીવન ઉર્ફે વજુભાઇ નથુરામ રાયકંગોર રે.ઉનાવાળાને તકશીરવાન ઠરાવી રૂ. ૭,૦૦,૦૦૦ સાત લાખ દંડ ભરવાનો અને એક વરસની કેદની સજા અને દંડના ભરે તો વધુ ૩ માસની કેદની સજા તથા અલ્પેશ પ્રવિણભાઇ ગોરડીયાના ચેક રીટર્ન કેસમાં રૂ. ૧,૦૦,૦૦૦ એક લાખ રૂપીયા દંડ તથા ૧ વરસની સજા તથા દંડના ભરે તો વધુ ૩ માસની કેદની સજાનો હુકમ કરેલ છે. આમ આઠ વરસની કાનુની લડત બાદ દિવ જીલ્લા કોર્ટએ નોંધપાત્ર ચુકાદો આપી ન્યાય આપેલ છે.

(12:08 pm IST)