કેશોદની દિપલ ચાંદ્રાણીએ જીપીએસસી પરીક્ષામાં ઉતિર્ણ થઇ કલાસ ટુ અધિકારી બનવાનું સ્વપ્ન સિધ્ધ કર્યું
(કમલેશ જોષી દ્વારા)કેશોદ,તા.૨૮: કેશોદમાં રહેતા અરવિંદભાઈ ચાંદ્રાણીની દિકરી દિપલે જીપીએસસીની પરીક્ષામાં ઉત્ત્।ીર્ણ થતાં જીલ્લા નિયામક જમીન દફતર- મહેસૂલ વિભાગમાં ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર ઓફ લેન્ડ રેકોર્ડમાં નિમણૂંક કરવામાં આવી.
કેશોદની દિપલ ચાંદ્રાણીએ વલ્લભ વિઘાનગર ખાતે ઈસી એન્જીનીયરીંગની ડીગ્રી પ્રાપ્ત કરવા સાથે કલાસવન ટુ અધિકારી બનવાનું સ્વપ્ન હતું જે સ્વપ્ન સાકાર કરવા અતિશય મહેનત કરી દરરોજ બારથી તેર કલાક વાંચન શરૂ કર્યું કોઈપણ જાતના કલાસીસ રાખ્યા વગર પોતાની રીતે ઘર અને લાયબ્રેરીમાં સતત વાંચન જ મુખ્ય દિનચર્યા બનાવી હાલમાં મોબાઈલ યુગમાં લોકો વધુ પડતો સમય વિતાવેછે જયારે દિપલ ચાંદ્રાણીએ વોટસએપ મેસેન્જર ફેસબુક ઈન્સટ્રાગ્રામ ટ્વીટર કે કોઈપણ જાતના સોશ્યલ મીડીયાના માધ્યમથી ચાર વર્ષ સુધી દુર રહી માત્ર વાંચન જ કર્યું આખરે પોતાનું સ્વપ્ન સાકાર કરી કલાસટુ ઓફિસર બની અન્ય વિદ્યાર્થીઓને પણ એક નવો રાહ ચિંદયો કેશોદ શહેરમાં વસતાં અરવિંદભાઈ ચાંદ્રાણીની પુત્રી દિપલબેન ચાંદ્રાણીએ તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ઉત્ત્।ીર્ણ થઈ જીલ્લા નિયામક જમીન દફતર- મહેસૂલ વિભાગમાં ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર ઓફ લેન્ડ રેકોર્ડમાં નિમણૂંક કરવામાં આવીછે કયા જીલ્લામાં નિમણુંક થશે તે જાહેર કરવામાં આવશે.
કેશોદ રઘુવંશી સમાજની દિકરી જીપીએસસી પરીક્ષા આપી નિમણૂંક મેળવી કેશોદ શહેર અને રઘુવંશી સમાજને ગૌરવ અપાવ્યું છે.