સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 28th September 2021

ભાવનગરમાં રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ : મહુવા પંથકમાં એક ઇંચ વરસાદ

રાત્રે ડરામણા વીજળીના કડાકા ભડાકા શરૂ થતાં લોકોમાં ભયની લાગણી ફેલાઈ

ભાવનગર શહેરમાં  રાત્રે આઠ વાગ્યે  વીજળીના કડાકા-ભડાકા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.

જ્યારે મહુવા પંથકમાં એક ઇંચ વરસાદ પડી ગયો છે.
ભાવનગર શહેરમાં રાત્રે ડરામણા વીજળીના કડાકા ભડાકા શરૂ થતાં લોકોમાં ભયની લાગણી ફેલાઈ જવા પામી હતી.
શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. દરમિયાન હવામાન ખાતા દ્વારા પણ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ બની ગયું છે.

(8:58 pm IST)