સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th September 2022

જૂનાગઢ સિવિલના કેદી વોર્ડમાંથી કેદી ભાગી ગયા બાદ પકડાય પણ ગયો

હોસ્‍પિટલના પાર્કિંગમાંથી પોલીસે દબોચી લીધો

(વિનુ જોશી) જુનાગઢ તા. ૨૮ : જૂનાગઢ સિવિલનાં કેદી વોર્ડમાંથી કેદી ભાગી ગયો હતો. જો કે પોલીસે હોસ્‍પિટલના પાર્કિંગમાંથી તેને દબોચી લેતા આ કેદીની મુરાદ બર આવી ન હતી.

જૂનાગઢ જિલ્લા જેલનો ફિરોજ નામના કેદીને જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ. પરંતુ બપોરના સમયે આ શખ્‍સ પોલીસને ચકમો આપીને કેદી વોર્ડમાંથી નાસી ગયો હતો.

કેદી ફિરોજ કેદી વોર્ડમાં જોવા ન મળતા પોલીસ કર્મીઓ હાંફળા - ફાંફળા થઇ ગયા હતા પરંતુ પોલીસ સ્‍ટાફે તુરંત જ શોધખોળ હાથ ધરીને ફિરોજને હોસ્‍પિટલનાં પાર્કિંગમાંથી પકડી પાડયો હતો.

આ અંગે એએસઆઇ અળખાભાઇ ગોબરાજીએ ફરિયાદ કરતા પી.એસ.આઇ. જે.આર.વાઝાએ વધુ તપાસ હાથ ધરી છે.

(10:45 am IST)