સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th September 2022

સમય કલોકવાળા અને એટોપ વેફરના માલીક મનુભાઇ ભાલોડીયાનું અવસાનઃ ગુરૂવારે રાજકોટમાં બેસણું

મોરબીઃ મોરબીની ખુબ જ જાણીતી ઘડીયાળ બનાવતી કંપની સમય કલોકવાળા અને હાલમાં એટોપ વેફર (એટોપ ફુડ પ્રોડકસ પ્રા.લી.) ના માલીક મનુભાઇ ઉકાભાઇ ભાલોડીયાનું તા.ર૬ને સોમવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ર૯ને ગુરૂવારે સવારે ૯ થી ૧૧ યોગી સભાગૃહ, બીએપીએસ  મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સ્‍વ.મનુભાઇ ભાલોડીયા અજંતા ગૃપના ઓ.આર. પટેલના ભાઇના દિકરા થતા હતા. સમય કલોક બાદ તેઓ હાલમાં એટોપ ફુડ પ્રોડકસ, ચીલફીલ ફુડસ, પ્રસુમ મેટલ્‍સ, ધરતી સ્‍પીનીંગ મીલના માલીક  હતા.

સ્‍વ.મનુભાઇ ભાલોડીયા તેમની પાછળ ગં.સ્‍વ.વિજયાબેન ભાલોડીયા, પ્રવિણભાઇ ઉકાભાઇ, ભાલોડીયા, કુસુમબેન પ્રવિણભાઇ ભલોડીયા, દિલીપભાઇ મનુભાઇ ભાલોડીયા, કાશ્‍મીરાબેન દિલીપભાઇ ભાલોડીયા, જીતેન્‍દ્રભાઇ મનુભાઇ ભાલોડીયા, હિનાબેન જીતેન્‍દ્રભાઇ ભાલોડીયા, અમીતભાઇ પ્રવીણભાઇ ભાલોડીયા, વિષ્‍ના અમીતભાઇ ભાલોડીયા, વિશાલ પ્રવિણભાઇ ભાલોડીયા, દક્ષા વિશાલભાઇ ભાલોડીયા , નીલ દિલીપભાઇ ભાલોડીયા, નિશા નીલભાઇ ભાલોડીયા, કુનાલ જીતેન્‍દ્રભાઇ ભાલોડીયા, હેલીના કુનાલભાઇ ભાલોડીયા, યશ દિલીપભાઇ ભાલોડીયા, બંસી યશભાઇ ભાલોડીયા, અમી જીતેન્‍દ્રભાઇ ભાલોડીયા, કૃપા શૈલેષભાઇ કૈલા, હિમાંશુ ચંદ્રકાંતભાઇ ભુત, નૈનાબેન હિમાંશુકુમાર ભુત, સાચી, દિવા, સ્‍નેહ, યુગ્‍મી, પ્રાપ્તી  સહીતના ભાલોડીયા પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.

(દિલીપભાઇ ભાલોડીયા મો. ૯૯રપ૧ ૧૧પપપ, જીતુભાઇ ભાલોડીયા મો. ૯૯રપ૧ ૧૧૭૭૭)

(12:33 pm IST)