સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th September 2022

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને અમરેલીથી પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફર્લો સ્કોડ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૮ : જૂનાગઢ ઇન્ચા. રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધીક્ષક રવીતેજા વાસમશેટ્ટીની સુચના તથા માર્ગદર્શન  હેઠળ જીલ્લા મા  વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૃ ગુન્હા ના કામે ના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપી ઓ ને શોધી કાઢવા ખાસ પેરોલ ફલૉ સ્કોડ ને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૃરી સુચના આપેલ હોય તેમજ તા.૨૧/૯/૨૨થી તા.૩૦/૯/૨૨ સુધી નાસતા ફરતા આરોપી ઓ ને પકડવા જીલ્લા મા ડ્રાઇવ ઝુંબેશ રાખેલ હોયજે અન્વયે ક્રાઈમ બ્રાન્ચ ના પો.ઈન્સ  એચ.આઇ.ભાટીના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લૉસ્કોડના એ એસ આઈ -દીપભાઈ ગોહેલ એ એસ આઈ ઉમેશભાઈ વેગડા ર્ંપો.હેડ કોન્સ. સંજયભાઈ વઘેરા પો કોન્સ દિનેશભાઇ છૈયા પો કોન્સ જયેશ ભાઈ બાંભણીયા એ રીતે નાઓની ટીમ દ્વારા કામગીરી કરાઇ છે.

 જૂનાગઢ જીલ્લામાં જુદા જુદા  પોલીસ સ્ટેશનો ત્રણ ગુન્હા માં સંડોવાયેલ કલ્પિત ઉર્ફે કલ્પેશ વિનુ ભાઈ ધામી રે. મોટી પાનેલી તા. ઉપલેટા જી. રાજકોટ વાળો ઉકત ગુન્હાઓ કરી નાસતો ફરતો હોય  મજકુર આરોપી પોલીસ ની પકડ થી અલગ અલગ જગ્યાએ નાસતો ફરતો હોય અને તે ખાનગી ટ્રાવેલ્સ બસ મા ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોય હાલ અમદાવાદ થી ધારી ટ્રાવેલ્સ બસ લઇ નીકળવાનો છે  તેવી ખાનગી રાહે હકીકત મળતા તુરત જ અમરેલી જઇ અમરેલી કૉલેજ રોડ બાયપાસ વિસ્તાર માં વોચ તપાસ મા રહેતાં મજકુર આરોપી ત્યાથી બસ લઇ નીકળતા તેને રોકાવી  તેનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ કલ્પિત ઉર્ફ કલ્પેશ વિનુભાઈ ધામી ઉવ.૩૮ રહે. મોટી પાનેલી તા. ઉપલેટા વાળો બતાવતો હોય મજકુર આરોપી ને જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ના ત્રણેય ગુન્હા બાબતે પૂછપરછ કરતા પોતે કરેલા હોવાનું કબૂલાત કરતો હોય જેથી તેને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવા સારૃ જુનાગઢ લાવી જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામા આવેલ છે.

(1:45 pm IST)