રાણાવાવના રાણારોઝીવાડાની મહિલાને ધોકાથી માર મારીને ૧૧ શખ્સો દ્વારા અપહરણ
નોકર-માલિકના સેવા કરારથી મહિલા અન્ય ઘરમાં રહેતી હોય તેના મનદુઃખથી હુમલો : મહિલાને વાડીના મકાનમા ગોંધી રાખીને ધમકી આપી
(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૮ : રાણાવાવના રોઝીવાડામાં એક મહિલા નોકર-માલિકના સેવા કરારથી અન્યના ઘરમાં રહેતી હોય તેનુ મનદુઃખ રાખીને મહિલાને ધોકાથી માર મારીને મહિલાનું અપહરણ કરીને વાડીના મકાનમાં લઇ જઇને ગોંધી રાખીને મારી નાખવાની ધમકી આપ્યાની ૧૧ શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
રાણારોઝીવાડામાં એક મહિલા નોકર-માલિકના સેવા કરારથી અન્યના મકાનમાં રહેતી હોય તેનુ મનદુઃખ રાખીને મહિલાને ધોકા વડે માર મારીને મહિલાનું અપહરણ કરી વાડીના મકાનમાં લઇ જઇને ગોંધી રાખીને મહિલાને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ મોટી ગોપના સરપંચ તથા રમેશ નામનો શખ્સ, રાણાવાવનો હસમુખ, ભાણવડ તાબાના રેટા કાલાવડના હમીર ગોવાભાઇ, વશરામ ગોવાભાઇ તેમજ અન્ય ૬ અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
આ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે, આરોપીઓ હમીર ગોવાભાઇ, અને વશરામ ગોવાભાઇ બન્ને મહિલાને માર મારીને વાડીના મકાને લઇ જઇને ગોંધી રાખેલ હતા અન્ય આરોપીઓ ત્યા આવીને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપી હસમુખએ મહિલાના મોઢા ઉપર મુકકા માર્યા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છ.ે