સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th October 2021

તલગાજરડાઃ કાલે મોરારીબાપુ સાથે રામનાથ કોવિંદ ૩ કલાક ગાળશે

ભૂપેન્દ્રભાઈ પટેલ પણ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભાવનગરની મુલાકાત લેશેઃ રાષ્ટ્રપતિ સાથેના કાર્યક્રમોમાં હાજર રહેશે : ચિત્રકુટધામ તલગાજરડામાં ધાર્મિક ચર્ચા કરશેઃ ગુરૂકુળમાં ભોજન લેશેઃ ભાવનગરમાં રાષ્ટ્રપતિના હસ્તે આવાસ યોજનાનું લોકાર્પણ

રાજકોટ, તા. ૨૮ :. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ૩ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે બપોરે રાષ્ટ્રપતિનું અમદાવાદ ખાતે આગમન થશે અને સાંજે રાજભવન ખાતે હાઈકોર્ટના ન્યાયાધિશો સાથે શુભેચ્છા મુલાકાત કરશે અને રાત્રી રોકાણ પણ રાજભવન ખાતે જ કરશે.

કાલે તા. ૨૯ને શુક્રવારે સવારે રાજભવનથી રાષ્ટ્રપતિ ભાવનગર જવા રવાના થશે. ભાવનગરથી હેલીકોપ્ટર મારફત રામનાથ કોવિંદ મહુવા તાલુકાના તલગાજરડા ખાતે પૂ. મોરારીબાપુની મુલાકાતે જશે.

કાલે બપોરે ૧૧.૪૫ વાગ્યે રામનાથ કોવિંદનું તલગાજરડા ખાતે આગમન થશે ત્યાર બાદ બપોરે ૧૨ થી ૧ દરમિયાન ચિત્રકુટધામ ખાતે પૂ. મોરારીબાપુ સાથે ધાર્મિક ચર્ચા-વિચારણા કરશે. ત્યાર બાદ ગુરૂકુળમાં ભોજન લેશે અને બપોરે ૩ વાગ્યે ભાવનગર જવા રવાના થશે. રાષ્ટ્રપતિ અને પૂ. મોરારીબાપુ ૩ કલાક સાથે રહેશે.

ભાવનગરનો અહેવાલ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ કાલે શુક્રવારે તલગાજરડા ખાતે પૂ. મોરારીબાપુ સાથે ૩ કલાક રોકાણ કર્યા બાદ બપોરે સાડા ત્રણ વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર ખાતે ૧૦૮૮ જેટલા ઈડબલ્યુએસપીએમ આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાત્રીરોકાણ ભાવનગર ખાતે કરશે અને તા. ૩૦ને શનિવારે ભાવનગરથી દિલ્હી જવા રવાના થશે.(

(10:46 am IST)