સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th October 2021

કચ્છમાં દેહ વ્યાપારમાંથી મુકત થયેલી યુવતીનું પરિવાર સાથે મિલન : સરકાર દ્વારા ૭.૫૦ લાખની સહાય

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૮ : ત્રણ વર્ષ પહેલાં સગીર વયે દેહ વ્યાપાર કરતાં કચ્છના ગાંધીધામથી ઝડપાયેલ પશ્યિમ બંગાળની યુવતીને તેના પરિવાર પાસે ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાં આશરો અપાયો હતો. દરમ્યાન તે પુખ્ત વયની થતાં તેણે ભુજમાં જ અન્ય યુવાન સાથે લગ્ન કર્યા હતા.

જોકે, આ લગ્ન જીવન ટકયું નહિ. તે યુવતીએ અંજારમાં ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી પણ ત્યાંય તે ટકી નહિ. ફરી તે દેહ વ્યાપાર કરતાં અંજારથી ઝડપાઈ. તેણીને ફરી ભુજ મહિલા કલ્યાણ કેન્દ્રમાં રખાયા બાદ હવે તેણે પોતાના પરિવાર પાસે જવાની સંમતિ આપી હોઈ આજે આ યુવતીને તેના પરિવારજનોને સોંપવામાં આવશે.

દરમિયાન સરકાર દ્વારા ૭.૫૦ લાખની એફડી આપવામાં આવશે. ભુજ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળાબેન વ્યાસની હાજરીમાં આ યુવતીને તેના પરિવારજનોને સોંપવામાં આવશે એવું ઇલાબેન મહેતાની યાદીમાં જણાવાયું છે.

(10:20 am IST)