સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 28th October 2021

છેવાડાના તાલુકા મથક વડિયામાં આધુનિક વેટરનીટી હોસ્પિટલ ફાળવવા પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડની માંગ

કૃષિ મંત્રી અને પશુપાલન મંત્રીને પત્ર લખી તાલુકા કક્ષાની હોસ્પિટલ ફાળવવા કરાઇ માંગ : ત્રણ ગૌશાળા અને મોટી સંખ્યામાં પશુઓ ધરાવતા વડિયામાં ગામતળની જમીન પણ ઉપલબ્ધ

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા તા. ૨૮ : અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં ઔદ્યોગિક વિકાસ નહિવત થતા આ તાલુકાના લોકો સંપૂર્ણ ખેતી અને પશુપાલન આધારિત વ્યવસાય પર નિર્ભર જોવા મળે છે. ત્યારે વડિયા ગ્રામપંચાયત પાસે ગામ તળમાં સરકારી પડતર જમીન ઉપલબ્ધ હોય અને વડિયા ગામમાં જ ત્રણ મોટી ગૌશાળા આવેલી છે.ઙ્ગ

ઙ્ગઆ ઉપરાત આસપાસના ગામડા અને વડિયામાં બીજી અનેક ગૌશાળાઓ અને મોટા પ્રમાણ માં પશુઓ ધરાવતા માલધારી પશુપાલકો પણ વસવાટ કરતા હોય ત્યારે વડિયામાં તાલુકા મથકની આધુનિક વેટરનીટી હોસ્પિટલ ફાળવવા અને આધુનિક બિલ્ડીંગ, સુવિધાઓ સાથે પૂર્ણ સ્ટાફ ફાળવવા માટે પૂર્વ બાવકુભાઈ ઊંધાડ દ્વારા રાજયના પશુપાલન મંત્રી રાઘવજી પટેલ અને દેવાભાઈ માલમને પત્ર લખી પછાત વિસ્તારમાં પશુઓની સંખ્યાને ધ્યાને લઈ વેટરનિટી હોસ્પિટલ તાત્કાલિક ફાળવવા લેખિત માંગણી કરાઈ છે. વડિયા વિસ્તારમાં સુવિધાઓ બાબતે સતત પ્રયત્નશીલ રહેતા હોવાથી પૂર્વ મંત્રી બાવકુભાઈ ઊંધાડની એક સાચા લોકસેવક તરીકેની છબી જોવા મળી રહી છે.

(10:41 am IST)