ઉનામાં દિવાળી તહેવારોમાં જરૂરિયાતવાળા વર્ગમાં કપડા-ચપ્પલ વિતરણ કરતુ માનવતા ગ્રુપ
(નીરવ ગઢીયા દ્વારા) ઉના તા.ર૮ : દિવાળીના તહેવારોમાં જરૂરીયાતવાળા વર્ગની મુશ્કેલી સમજીને માનવતા ગ્રુપ દ્વારા કપડા અને ચંપલ-બુટ વિતરણ કરી રહેલ છ.ે
લોકો આ સેવા કાર્યમાં લોકો જોડાતા રહ્યા અને તેમાં ખાસ કરીને સુચાનોએ ઘરે ઘરે જઇને કપડા સ્વેટર વગેરે ચંપલ-બુટ એવી ચીજો એકત્રીત એક જગ્યાએ કરી અને ત્યારબાદ આ ગ્રુપે સેવા કાર્ય શરૂ કર્યા છે. તેમના સેવા કાર્યને ચાર વર્ષ પૂર્ણ કર્યા અને સાથે સાથે તેમનુ બીજુ પણ અભિયાન ચકલી બચાવો તે પણ શરૂ રાખ્યો તેમજ યુવાનો એની મહેનત અને તેવા હેતુના ભાવથી કામ કરવાની ધગશ આખરે રંગ લાવી અને તેમના આ સેવાકાર્યમાં નેતાઓ પત્રકારો સામાજિક સંસ્થાના હોદેદારો આવી આ ગ્રુપને પ્રોત્સાહન આપે છે. તેમનુ઼ સન્માન કરે છે ત્યારે એક દિવાળી માનવતાની શહેર અને તાલુકામાં ગરીબો અને મધ્યમવર્ગમાં આર્શીવાદ રૂપ બની છ.ે