સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

માળીયા હાટીના આંબેચા તથા ઘુંઘટીના ખેડૂતો દ્વારા પાણી સંગ્રહનું પ્રેરક કાર્ય

માળીયા હાટીના,તા.૨૮:  તાલુકાના આંબેચા અને ઘૂંઘટી ના ખેડૂતો દ્વારા ગામની બાજુમાંથી પસાર થતી મેઘલ નદીમાં દર વર્ષે માટી અમે પ્લાસ્ટિકની બોરીઓ વડે લોક ફાળા અને સ્વમહેનતે સયુકય રીતે ચોમાસા બાદ નદીમાં વહી જતું પાણી રોકવા માટે બોરી બંધ બનાવી પાણી ને રોકી સંગહ કરવામાં આવે છે જેથી કરી લગભગ ચાર થી પાંચ ગામના ખેડૂતોને શિયાળા અને ઉનાળા દરમિયાન વાવ કુવા ના તળ જળવાઈ રહેતા હોય પાકને પિયતમાં મોટો ફાયદો થાય છે

વિસ્તારોમાં મજૂરી અર્થે જતા મજૂરો અને સિઝમમાં આવતા પરપ્રાંતીય મજૂરો કે જે ડેરા નાખતા હોય તેઓને પણ જરૂરિયાત મુજબ પાણી મળી રહે છે અને ખાસ તો આ વિસ્તારમાં ગીર નો દરવાજો કહેવાય છે ત્યારે ગાય ભેંશ બકરી કૂતરા જેવા પ્રાણીઓ સહિત જંગલ વિસ્તારમાંથી ખોરાક ની શોધમાં આવેલ સિંહ દીપડા હરણ જેવા પ્રાણીઓ માટે પણ આશીર્વાદ રૂપ બંને છે તંત્ર દ્વારા તો હરહંમેશ ચેકડેમો બનાવી દેવામાં આવે છે પરંતુ વર્ષે બે વર્ષે પાછું હતું તેમ ચેક ડેમો બિસ્માર થયા જાય ત્યારે કોઈ તપાસ કે વિઝીટ થતી નથી ત્યારે આ ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સ્વ ખર્ચે અને સ્વ મહેનતે આ કાર્ય હાથ ધરવામાં આવે છે તે પ્રેરણાદાયી અને અને અભિનંદન ને પાત્ર છે.

(9:46 am IST)