સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

હળવદમાં કોરોના કહેર વચ્ચે નવી કોવિડ હોસ્પિટલ

 (દિપક જાની દ્વારા) હળવદ : ૩૦ બેડની અદ્યતન તબીબી સુવધા સાથે નવી કોવિડ હોસ્પિટલ શરૂ થતાં હળવદ તાલુકા ના લોકો ને દ્યરઆંગણે દર્દીઓને સારી સારવાર મળી શકશે.હળવદ તાલુકામાં પણ કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે.દરરોજ નોંધપાત્ર કેસો નોંધાય છે હળવદ તાલુકામાં અત્યાર સુધીમાં આંકડો ૨૫૦ જેટલો થઈ ગયો છે. તાલુકામાં એક નવી ખાનગી હળવદ કોવિડ કેર હોસ્પિટલ શરૂ થઈ છે.જેમાં અગાઉ હળવદ તાલુકાના દર્દીઓને સારવાર માટે મોરબી,સુરેન્દ્રનગર કે અમદાવાદ જવું પડતું હતું.પણ હવે એ ધક્કામાંથી લોકોને રાહત થશે.આ તકે ધારાસભ્ય પરસોત્ત્।મ સાબરીયા, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, નટુભાઈ કણજરીયા, , રવજીભાઈ દલવાડી તેમજ હળવદના નામાંકિત ડોકટરો હાજર રહ્યા હતા.

(10:26 am IST)