સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

નયારા એનર્જીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૪પ૦થી વધુ ખેડૂતોને સમર્થ બનાવવા હવામાન મથક સ્થાપ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૮: આંતરરાષ્ટ્રીય સ્તરની નવા યુગની ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જી તેની વાડીનાર રિફાઈનરીની નજીકના સ્થાનિક લોકોના સ્થિર વિકાસ માટે પ્રતિબઘ્ધ છે. તેમની આ પ્રતિબઘ્ધતાના ભાગરૂપે નયારા એનર્જીએ  વડાલિયા સિંહણ ગામમાં હવામાન મથક સ્થાપિત કર્યું છે જેનાથી ૪પ૦થી વધુ ખેડૂતોને હવામાન અંગે સલાહ–સૂચન અંગેની સેવાઓ મળી શકશે.

આ ક્ષેત્રમાં આ પ્રકારની પ્રથમ પહેલ છે જે ખેડૂતોને સમર્થ બનાવશે. ઓટોમેટિક વેધર સ્ટેશનથી ખેડૂતોને અનેકવિધ જાણકારીઓ મળશે જેમાં મથક ર્ેારા પ્રાપ્ય થયેલા સચોટ હવામાનની આગાહીના લાઈવ ડેટા પ્રદાન કરાશે. વિવિઘ જાતના પાક, સિંચાઈ, જંતુનાશકો, ખાતરોના પ્રકાર અંગે સમયસર સંવેદનશીલ નિર્ણય લઈ શકાય તેની માહિતી મળશે.  ઓછા જોખમો સાથે કૃષિ કામગીરી અસરકારક કઈ રીતે બનાવી શકાય તેની યોજના અંગે મદદ મળી શકશે. વિશેષ કૃષિ સલાહથી નિશ્ચિત સ્થાન અંગે જાણકારી મેળવવાની તક પ્રાપ્ય થશે. આમ આ મથકની સુવિધાથી ખેડૂતો ખેતીની આવકમાં વધારો અને ખર્ચમાં બચત કરી શકશે.

આ પહેલના શુભાારંભ અંગે ટિપ્પણી કરતાં નયારા એનર્જીના ડીરેકટર અને રિફાઈનરી હેડશ્રી પ્રસાદ પાનિકરે જણાવ્યું હતું કે, ભભનયારા એનર્જીમાં અમે અમારી વાડીનાર રિફાઈનરીની નજીકના લોકોને સમર્થ કરવા માટે અમે નિરંતર પ્રયાસો કરતા આવ્યા છીએ. આ વિસ્તારમાં વિવિધ સામાજિક–આર્થિક વિકાસ પહેલો ઉપરાંત અમે ખેડૂત વર્ગને સમર્થ કરવા હવામાન મથક શરૂ કરવા માટે ગૌરવ અનુભવીએ છીએ. હવામાન મથક સિંચાઈ પધ્ધતિને અનુકૂળ કરવા અને પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં પાકની સુરક્ષા માટે વિશેષ રૂપથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.'

શ્રી પ્રસાદે ઉમેર્યું કે, 'સ્થાનિક ખેડૂતો માટે અમારા પ્રયાસોમાં નવા યુગની તકનીક અને આબોહવા–સ્માર્ટ કૃષિ પઘ્ધતિઓ રજૂ કરીને ખેડૂતોની આવક બમણી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.'

(10:27 am IST)