સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

કોરોના મહામારી વચ્ચે મોરબી પાલિકા કચેરીએ લાંબી લાઈનો અને સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા

જન્મ તારીખના દાખલા મેળવવા લાઈનો લાગી : સરકારી કચેરીમાં જ સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરા

  (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૮ : કોરોના કહેર સર્વત્ર જોવા મળી રહ્યો છે મોરબી જીલ્લામાં પણ કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે કોરોના સામે રક્ષણ માટે સરકારે કેટલીક ગાઈડલાઈન્સ જાહેર કરી છે જેનું પાલન દરેક નાગરિકોએ કરવાનું હોય છે જોકે મોરબી નગરપાલિકા કચેરીમાં જ સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા

મોરબી નગરપાલિકા કચેરીએ જન્મ તારીખના દાખલા મેળવવા માટે નાગરિકોએ લાંબી લાઈનો લગાવી હતી સરકાર દ્વારા સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોના પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવી હોય છે જોકે મોરબીની નગરપાલિકા કચેરી ખાતે જ નિયમોના લીરેલીરા ઉડ્યા હતા જયાં લાંબી લાઈનો સાથે સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો તો સરકારી બાબુઓને પણ ગાઈડલાઈન્સનું પાલન કરાવવામાં કાઈ રસ ના હોય તેવો દ્યાટ જોવા મળ્યો હતો અને કોરોના મહામારી વચ્ચે લોકોએ સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાવી જે બેદરકારી દાખવી હતી તે અનેક લોકોના જીવ જોખમમાં મૂકી સકે છે તો આ મામલે પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું કે ભીડ ના થાય તે માટે કામગીરી સભાખંડમાં ખસેડવામાં આવી છે અને યોગ્ય તકેદારી પણ રાખવામાં આવે છે નાગરિકો પણ સહકાર આપે અને ગંભીરતા દાખવે તે જરૂરી છે.

(11:35 am IST)