સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

મોરબીના ખાબરેચીમાં સસ્તા અનાજની દુકાનમાં નબળી ગુણવતાના અનાજ વિતરણની ફરિયાદો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૮: માળિયા તાલુકાના ખાખરેચી ગામે સસ્તા અનાજ દુકાને વિતરણ કરાતું અનાજ નબળી ગુણવત્ત્।ાનું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

 ખાખરેચી ગામે સસ્તા અનાજ દુકાન પરથી મળતા ઘઉં સહિતના અનાજની ગુણવત્ત્।ા અત્યંત નબળી હોવાની ફરિયાદો ઉઠી રહી છે ગામના રણછોડભાઈ બાબરિયાના જણાવ્યા અનુસાર સસ્તા અનાજની દુકાનેથી જે અનાજ અપાય છે તે મનુષ્ય તો ઠીક પરંતુ ઢોર પણ ના ખાય તેટલી હલકી ગુણવત્ત્।ાનું છે અને અનાજમાં જીવડા પણ જોવા મળે છે જેથી સારી ગુણવત્ત્।ાનું અનાજ વિતરણ થાય તે માટે તંત્ર યોગ્ય પગલા ભરે તેવી માંગ કરી છે.

(11:36 am IST)