સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

ગુમ થયેલ મૂંગા-બહેરા બહેનનું પરિવાર સાથે મહિના બાદ પુનઃમિલન કરાવતુ સખી વન સ્ટોપ સેન્ટર સુરેન્દ્રનગર

વઢવાણ,તા. ૨૮: ભારત સરકાર મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'સખી વન સ્ટોપ સેન્ટર' ૨૪ કલાક કાર્યરત છે. તા. ૧૯/૧૧/૨૦૨૦ ના રોજ લખતર પોલીસ સ્ટેશન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં બહેનને આશ્રય આપવામાં આવેલ. બહેન મૂંગા-બહેરા હોવાના કારણે તેમના પરિવાર તેમજ ઘરનું સરનામુ બતાવી શકેલ નહિ. તે માટે મુંગા-બહેરાની ભાષા સમજતા શિક્ષકને સખી વન સ્ટોપ સેન્ટર પર બોલાવેલ તથા મહિલા અને બાળ વિકાસ અધિકારી શૈલેષ અંબારિયાએ મુલાકાત લીધેલ વણોદરા માનવ -મંદિર માનવ સેવા પરિવારના પ્રમુખ દિનેશભાઇ લાઠિયાનો સંપર્ક કરેલ અને તેમણે બહેનના પરિવારનો સંપર્ક કરેલ. ત્યારબાદ બહેન ધોળકાના હોવાનું જાણવા  મળેલ અને ૧ મહિલા બાદ બહેનનું મંગલ -મંદિર માનવ સેવા પરિવારના સહયોગ દ્વારા બહેનના પરિવાર સાથે સખી વન સ્ટોપ સેન્ટરમાં પુનઃ મિલન કરાવેલ.

(11:38 am IST)