સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

ઉપલેટા સુખડીયા સમાજ દ્વારા સાચા અર્થમાં બેટી પઢાવો-બેટી બચાવો કાર્ય

ઉપલેટા તા. ર૮ :.. દશા શ્રીમાળી જૈન સુખડીયા સમાજ દ્વારા સચા અર્થમાં બેટી પઢાવો - બેટી બચાવોના કાર્યને વેગ આપવામાં આવે છે. આ અંગે સુખડીયા સમાજ દ્વારા કેટલાક બેટીઓને લગતા નિર્ણયો લેવામાં આવેલ છે. સુખડીયા સમાજના પ્રમુખ તેજસ્વી ભાઇ કારાવડીયાએ જણાવેલ હતું કે સમાજની દિકરીનને ઉચ્ચ શિક્ષણ માટે રૂ. ર લાખની વગર વ્યાજની લોન દિકરીના જન્મ સમયે રૂ. ર૦ હજારની મર્યાદામાં મેડીકલ સહાય દિકરીના લગ્ન સમયે રૂ. ૧૧ હજારનો ચેક દિકરીને અને વાડી ભાડુ રૂ. ૧૦ હજારની મર્યાદામાં દિકરીના પિતાને આપવામાં આવે છે. આ યોજના મુજબ સમાજની દિકરીના લગ્ન હતા તેમને ૧૧ હજારનો ચેક આપતા કમીટી મેમ્બર રાજેશભાઇ કારાવડીયા, જીતુભાઇ હળવદીયા, અને લલીતભાઇ કારાવડીયા ઉપરોકત તસ્વીરમાં નજરે પડે છે.

(11:40 am IST)