સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th November 2022

ગોંડલમાં કારની ઠોકરે ૧ વર્ષના દેવરાજનું મોત

રાજકોટમાં દમ તોડ્યોઃ તાલુકા શાળા પાસે ઝૂપડામાં રહેતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૮: ગોંડલમાં કારની ઠોકરે ચડી જતાં એક વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. ગોંડલ તાલુકા શાળાના પટ પાસે ઝૂપડામાં રહેતાં દેવરાજ સંજયભાઇ સુવાળીયા (ઉ.૧)ને અજાણી ફોરવ્હીલનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

દેવરાજ ગઇકાલે બપોરે બે વાગ્યા આસપાસ ગોંડલ બસ સ્ટેશન પાસે હતો ત્યારે અજાણી કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ સીટી પોલીસને જાણ કરી હતી.

(2:32 pm IST)