સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 28th November 2022

ભાજપ પાસે વિશાળ સંગઠન હોવા છતાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓના ટેકા શા માટે લેવાઈ રહ્યા છે ? વિરજીભાઈ ઠુંમરનો વેધક સવાલ

 બાબરા લાઠી અને દામનગરના કોંગ્રેસના સંનિષ્ઠ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસનું આજે પણ કામ કરી રહ્યા છે : લાઠી વિધાનસભા ના ભાજપના ઉમેદવાર જનક તલાવીયાએ લાઠી તાલુકાના ધ્રુફણીયા ગામના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓને ભાજપમાં ભેળવતા સમાચાર મીડીયામાં આપી સમાજ અને મીડિયાને ગેરમાર્ગે દોર્યું

 રાજકોટ તા.૨૮ : રાજ્‍યમાં ચૂંટણીઓનો માહોલ પૂરેપૂરો જામ્‍યો છે દરેક પક્ષના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પક્ષ બદલી અન્‍ય પક્ષ તરફ ગતિ કરતા હોય છે હાલ કાર્યકર્તાઓ અને અગ્રણીઓની પૂરતી સિઝન જામી છે પણ કયાંય પક્ષના અગ્રણીઓ દ્વારા કાચું પણ કપાઈ જતું હોય છે.   લાઠી વિધાનસભાના ભાજપ પક્ષ દ્વારા ભાજપને  સમર્થન આપતા કોંગ્રેસના ૨૦૦ થી વધુ કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ભાજપમાં પ્રવેશ કર્યો હોય તેવા સમાચાર ફોટા સાથે જિલ્લાના સ્‍થાનિક મીડિયામાં -સિદ્ધ કરાવતા આ વિસ્‍તારના ધારાસભ્‍ય અને કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર વિચારમગ્ન બન્‍યા હતા કારણે કે પક્ષ અગ્રણીઓ છોડે ત્‍યારે તેમના સુધી હવા મળતી હોય છે પણ લાઠી તાલુકાના ધ્રુફણીયા ગામના કોંગ્રેસના અગ્રણીઓ ભાજપમાં ભળ્‍યા છે તે વાતમાં દમ નહિ હોવાથી ધારાસભ્‍ય ઠુંમરે જાત તપાસ કરતા સત્‍ય હકીકત બહાર આવી હતી અને તમામ અગ્રણીઓએ એવું કહેલું કે અમો રૂબરૂ રસ્‍તામાં ભેગા થતા અમોને ખેસ પહેરાવેલ છે લાઠી વિધાનસભાના કોંગ્રેસના એ તમામ અગ્રણીઓને કોંગ્રેસની ખેસ પહેરાવી મીડિયા સમક્ષ સત્‍ય હકીકત મૂકી હતી.

ધારાસભ્‍ય વીરજીભાઈ ઠુંમરે અંતમાં જણાવ્‍યું હતું કે લોકશાહીમાં સ્‍થાનિક અગ્રણીઓ કે કાર્યકર્તાઓ વિચારધારાના કારણે પક્ષ બદલતા હોય છે પણ પરાણે ખેસ પેરાવી ફોટા પાડી ભેળવી દેવા શુ આ લોકશાહી છે? ભાજપ પાસે વિશાળ સંગઠન હોવા છતાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓના ટેકા શા માટે લેવાઈ રહ્યા છે? તેવો ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે વેધક સવાલ ઉઠાવ્‍યો છે.

(1:30 pm IST)