સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th June 2021

જોડિયા રામવાડીમાં પૂ.ભોલેબાબાજીની પુણ્યતિથી નિમીતે ભંડારો યોજાયો

વાંકાનેર, તા.૨૮: જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર 'રામવાડી' આશ્રમની પાવન તપોભૂમિમાં જયાં મહંતશ્રી ભોલેદાસજીબાપૂએ ખુબ જ઼ ભજન ભાવ કર્યાં હતા અને કાશીતીર્થની ભૂમિથી એમનું જોડિયામાં આગમન થયું એમના આગમનથી પૂજય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી રામવાડીની પાવન ભૂમિમાં પધાર્યા હતા જયાં શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા તેમજ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવ પૂજયપાદ શ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી પ્રતિ વર્ષે મુજબ આ વરસે પણ  સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની પુણ્યતિથિ મહોત્સવ ઙ્ક સંતશ્રી ભોલેબાબાજીના  સેવક સમુદાય  દ્વારા ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે સરકારની ગાઈડ લાઈન અનુસાર ઉજવાયેલ હતો, આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે ૨૫ મીના શુક્રવારના રોજ રાત્રીના શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સન્મુખ સૌ ભાવિક ભકતજનો દ્વારા સંગીતમય 'સુંદરકાંડ ના પાઠ, ધૂન , સંકીર્તન યોજાયેલ હતા તેમજ જોડિયાના પ્રશિદ્ઘ કલાકાર હાલ રાજકોટના શ્રી અલ્કેશભાઈ સોનીએ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના સુંદર ભજનો ગાયેલા હતા  લીધી રે ફકીરી હવે ભોલેબાબા તમારા નામની ઙ્ક જેવા ભજનો રજૂ કર્યાં હતા , તેમજ તા.૨૬ / ૬ / ૨૧ ના શનિવારના પૂજય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની (૩૫ મી) પુણ્યતિથિ ના પાવન અવસરે પૂજય બાબાજીના મંદિરમાં પૂજય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીનું વિશેષ  પૂજન, અર્ચન, તેમજ 'અર્ચદાસ' જોડિયા રામવાડીના અનન્ય સેવક જયોતિબેન વડેરા, તેમજ હર્ષદભાઈ વડેરાએ કરેલ હતો તેમજ બપોરે બાર કલાકે સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના મંદિરમાં ઢોલ, નગારા, અને ઝાલરો ના શખ્ખો સાથે પૂજય ભોલેબાબાજીની મહા આરતી  કરવામાં આવેલ હતી જઙ્ખ આરતી શ્રી શનીભાઈ વડેરાએ ઉતારેલ હતી ત્યારબાદ પૂજય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીનો ઙ્ક દિવ્ય ભવ્ય ભંડારો 'યોજાયેલ જ ભંડારાનો  મહા પ્રસાદ' સાધુ, સંતો, તેમજ વિશાળ સંખ્યામાં ભાવિક ભકતજનોએ લાભ લીધેલ હતો, પૂજય બાબાજીના મંદિરમાં સાધુ સંતોની ભજન મંડળીએ તીથીના દિવસે સવારે ૧૧ થી બપોરના ૧ૅં૦૦ વાગ્યાં સુધી સંતશ્રી ભોલેબાબાજીના ભજનોની , શિવ ભજનોની રંગત જમાવી હતી , ભજન , ભોજન, અને સંત દર્શન નો ત્રિવેણી સંગમ યોજાયેલ હતો જોડિયાધામ તેમજ જામનગર, રાજકોટ , અને આજુબાજુના ગામોમાંથી ભાવિકોએ બાબાજીના દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી  આરતી સમયે ભોલેબાબા કી જય , ભોલેદાસબાપૂ કી જય ઙ્ક ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠેલ હતું ભકિતમય માહોલ સર્જાયેલ હતું , આ ઉપરાંત શનિવારના સાંજના ૪ થી ૭:૦૦ સુધી સર્વે ભાવિક ભકતજનો દ્વારા સામુહિકમાં શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સન્મુખ સંગીતમય સુંદરકાંડના પાઠ, શ્રી હનુમાન ચાલીસા, ધૂન, સંકીર્તન ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે દાદા ના પાવન સન્મુખ યોજાયેલ હતા તેમજ સાંજે ૭:૨૦ કલાકે શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા ની ભવ્ય  દિપમાળા સાથે ઢોલ અને નગારાના ઘેરા ઘોષ સાથે મહા આરતી ઝાલરોના શખ્ખોદ્વારા સાથે કરવામાં આવેલ હતી, પૂજય સંત શ્રી ભોલેબાબાજીની પુણ્યતિથિ અને શનિવાર હોય દાદાના દર્શનાથે વિશાળ સંખ્યામાં સાંજે જોડિયાના નગરજનો આવેલા હતા , પૂજય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની પુણ્યતિથિ હોય ભાવિકોમાં અનેરો ઉત્સાહ, ઉમંગ દર વર્ષે જોવા મળે છે , પૂજય સંતશ્રી ભોલેબાબાજીની પુણ્યતિથિ નિમિતે રામવાડીમાં ફરતા ગ્રાઉન્ડ માં કેસરી ધજાઓ ઠેર ઠેર લગાડેલ તેમજ શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના નિજ મંદિર માં તેમજ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના મંદિરને અનેરા પુષ્પહારથી સજાવટ કરવામાં આવેલ હતા આ દિવ્ય પાવન અવસરને સફળ બનાવવા રામવાડી  ગ્રુપના દરેક યુવાનોએ, ભકતોએ જહેમત ઉઠાવેલ હતી તેમજ આ પ્રંસગે પૂજય ભોલેબાબાજીના ભકતો, સેવકો , જોડિયાના નગરજનો, અગ્રણીયો, તેમજ બધા પત્રકારોએ હાજરી આપેલ તેમજ જામનગર ના વરીષ્ઠ પત્રકાર શ્રી પાર્થભાઈ સુખપરીયાએ પણ આ પ્રંસગે હાજરી આપેલ હતી આ દિવ્ય પુણ્યતિથિ મહોત્સવ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના સેવક સમુદાય  દ્વારા ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ઉજવાયેલ હતો જ રામવાડીના ભકતજન હિતેશ રાચ્છની યાદીમાં જણાવાયું છે.

(1:50 pm IST)