સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th June 2021

જુનાગઢમાં પૂ. ભોલેબાબાજીના સમાધી મંદિરે ભવ્ય ભંડારો : મહાઆરતી સંપન્ન

વાંકાનેર, તા. ર૮ : (હિતેશ રાચ્છ , વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ર૮: જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં ગિરનારની ગોદમાં આવેલ શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા, સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના સમાધિ મંદિર ખાતે ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂશ્રી ભગવાન તેમજ  પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી આ વરસે સંતશ્રી ભોલેબાબાજીના સમાધિ સ્થાન ખાતે સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના સેવક સમુદાય  દ્વારા સંતશ્રી ભોલેબાબાજીની (૩૫મી) પુણ્યતિથિ અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક સાધુ, સંતોની પાવન નિશ્રમા ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે ગિરનારની પાવન ભૂમિમાં ઉજવાયેલ હતી, આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે સવારે નવ કલાકે પૂજ્ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીનું વિશેષ પૂજન અર્ચનવિધિ  સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના સેવક સમુદાય દ્વારા કરવામાં આવેલ હતું સેવક સમુદાયવતી ૅ અર્ચદાસ ૅ રાજકોટના પૂજ્ય સંતશ્રી ભોલેબાબાજીના અનનીય સેવક શ્રી દિનેશભાઇ પેઢડીયાએ કરેલ હતું તેમજ પૂજ્ય બાબાજીના ભકતજનો , સેવક સમુદાય હાજર રહેલ ત્યારબાદ સવારે અગિયાર કલાકે ઉદાસીન આચાર્યદેવશ્રી ૧૧૦૮ જગતગુરૂશ્રી ભગવાન તેમજ સંકટ મોચન હનુમાનજીદાદા તેમજ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના મંદિરમાં ઢોલ , નગારા અને જય જય કારના ઘોષથી મહા આરતી કરવામાં આવેલ હતી જે આરતી શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડાના મહંતશ્રી ગંગાદાસજી મહારાજશ્રીએ ઉતારેલ હતી , ત્યારબાદ બપોરના બાર કલાકે પૂજ્ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની પુણ્યતિથિનો  દિવ્ય ભવ્ય ભંડારો (મહા પ્રસાદ) યોજાયેલ હતો જેમાં ગિરનાર તળેટીના પ્રશિદ્ધ સ્થાનના મહંતશ્રી, તેમજ ગિરનાર તળેટીના સંતો, રમતા રામ મહાત્માઓ, સાધુ, સંતોએ પૂજ્ય બાબાજીના દિવ્ય ભંડારાનો મહા પ્રસાદ લીધેલ હતો તેમજ સેવક સમુદાય , તથા ભકતજનોએ વિશાળ સંખ્યામાં મહા પ્રસાદ લીધેલ હતો, આ ઉપરાંત સાધુ, સંતોની ભજન મંડળીએ સવારે દસ વાગ્યાંથી બપોરના એક વાગ્યાં સુધી ગિરનારની તપોભૂમિમાં ભોલેબાબાજીના સમાધિ મંદિરમાં સંતશ્રી ભોલેબાબાજીના ભજનોની રંગત જમાવી હતી, તેમજ શિવા ભજનોની જમાવટ કરેલ હતી , ભજન, ભોજન અને સંત દર્શન, સંત સત્સંગ નો ત્રિવેણી સંગમ રચાયેલ હતો, સેવક સમુદાયે પૂજ્ય ભોલેબાબાજીની પુણ્યતિથિ મહોત્સવનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ કાર્યકમને સફળ બનાવવા માટે પૂજ્ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના સેવક સમુદાયે જહેમત ઉઠાવેલ હતી વિશાળ સંખ્યામાં સંતો, મહંતો તેમજ ભકતજનોએ આ દિવ્ય પુણ્યતિથિ મહોત્સવનો લાભ લીધેલ હતો અખાડાના મહંતશ્રી ગંગાદાસજી મહારાજૅ સહુ સાધુ સંતોનું સ્વાગત, આવકાર કરેલ હતા, જે યાદી સંતશ્રી ભોલેબાબાજીના સેવકવતી રાજકોટના ત્રિશુલ પંપવારા ભોલેબાબાજીના સેવક શ્રી દિનેશભાઇ પેઢડીયાની યાદીમાં જણાવાયું છે (તસ્વીરઃ હિતેશ રાચ્છ , વાંકાનેર)

(1:51 pm IST)