સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ચેક રકમનું વળતર ચુકવવા હુકમ

જામનગર તા.૨૯ ચેક રિટર્ન કેસમાં આરોપીને સજા-દંડનો હુકમ ફરમાવી અદાલતે ચેક મુજબની રકમ વળતર આપવાનો હુકમ અદાલતે કર્યો હતો.

આ કેસની ટુંકી હકીકત એવી છે કે વાહન ફાયનાન્‍સ કરતી અમદાવાદની કામધેનુ એન્‍ટરપ્રાઇઝ પાસેથી જામનગર નવાગામ ગાયત્રીચોકમાં રહેતા રમેશભાઇ કલ્‍યાજી ઠાકર એ વાહન ખરીદ કરવા અમદાવાદની ફરિયાદી કામધેનું એન્‍ટરપ્રાઇઝ પાસેથી ટ્રક (વાહન) ખરીદવા અંગે લોન લીધેલ હતી. જેની પરત ચુકવણી માટે આરોપી રમેશ કલ્‍યાણજી ઠાકર દેનાબેંક જામનગરની શાખાનો રૂા. ૧,૬૨,૦૩૯ (અંકે એક લાખ બાંસઠ હજાર ઓગણીચાલીસ પુરા)નો ચેક પાકતી મુદતે નાણા વસૂલાતની ખાત્રી સાથે આપેલ હતો. ત્‍યારબાદ ફરિયાદી કામધેનુ એન્‍ટરપ્રાઇઝના પી.ઓ.એ. યોગેન્‍દ્રસિંહ પચુભા જાડેજાએ પાકતી મુદતે પોતાના બેન્‍ક એકાઉન્‍ટ ધી સોશીયલ કો.અમદાવાદ શાખાના એકાઉન્‍ટમાં નાણાની વસુલાત માટે નાખતા અપૂરતા ભંડોળના કારણે પરત ફરેલ હતો. તે અંગની જાણ આરોપીને કર્યા બાદ પણ ચેકની મુજબની રકમ વસુલ નહી આપતા આખરે ફરિયાદી કામધેનુ એન્‍ટરપ્રાઇઝના પી.ઓ.એ. યોગેન્‍દ્રસિંહ પચુભા જાડેજાએ પોતાના ધરાશાસ્રી ડી.આર.શાહ દ્વારા આરોપી  જામનગરના રહીશ રમેશભાઇ કલ્‍યાજી ઠાકરને નોટીસ આપી હતી. આરોપી દ્વારા નોટીસનો કે કાંઇ પણ જાતનો પ્રત્‍યુતર ન મળતા આખરે ફરિયાદી પેઢી દ્વારા આરોપી વિરૂધ્‍ધ અમદાવાદના એડી. ચીફ મેટ્રોપલીટન મેજી.ની અદાલતમાં ધી નેગો.ઇન્‍સ. એકટ ૧૩૮, ૨૦૭ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવતા રેકર્ડ પરાના પુરાવા તેમજ ઉચ્‍ચ અદાલતના ચુકાદાઓ તેમજ ફરિયાદી તરફે રોકાયેલ ધારાશાષાી ડી.આર.શાહની દલીલોને ગ્રાહ્ય અમદાવાદના એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજી.શ્રી રાજેશકુમાર ચંદુભાઇ સોઢા (પરમાર)એ આરોપી જામનગરના રહીશ રમેશભાઇ કલ્‍યાજી ઠાકરને ક્રિ.પો.૨૫૫(૨) તથા નેગો. ઇન્‍સ. એકટ ૧૩૮, ૩૫૭ મુજબ તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સાદી કેદ તથા ફરિયાદી કામધેનુ એન્‍ટરપ્રાઇઝના પી.ઓ.એ યોગેન્‍દ્રસિંહ પચુભા જાડેજાને ચેક મુજબની રકમ ચુકવવામાં કસુર કરે તો આરોપીને વધુ ૨ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.

 ફરિયાદી કામધેનુ એન્‍ટરપ્રાઇઝ તરફે ધારાશાષાી ડી.આર.શાહ રોકાયા હતા.

(1:57 pm IST)