સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th July 2021

એક્સ બોયફ્રેન્ડે ન્યૂડ ફોટા વાયરલ કર્યા હોવાની ફરિયાદ- યુવતીની ફ્રેન્ડઝને જ ફોટા મોકલ્યા

કચ્છના અંજારના રતનાલ ગામના યુવાન સામે શંકા દર્શાવી ભુજના ધ્રંગ ગામની યુવતીએ કરી ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા) :(ભુજ) ફ્રેન્ડશીપ દરમ્યાન અંતરંગ બોલ્ડ ફોટાઓની સ્માર્ટ ફોન દ્વારા કરાતી ચેટ બ્રેકઅપ પછી નુકસાન સર્જી શકે છે. સ્માર્ટ ફોન સાથે બદલેલ જમાનાની તાસીર હવે મેટ્રો સીટી, નાના શહેરો અને હવે ગ્રામીણ શહેરો સુધી પહોંચી ચૂકી છે. ભુજના ધ્રંગ ગામની યુવતીએ અંજારના રતનાલ ગામના યુવાન રાહુલ ભગુભાઈ આહીર સામે પોતાના બોલ્ડ ન્યૂડ ફોટાઓ વાયરલ કર્યા હોવાની શંકા સાથે ફરિયાદ નોધાવી છે. ત્રણ વર્ષ પૂર્વે ફ્રેન્ડશિપ દરમ્યાન રાહુલે ચેટ કરતી વખતે લગ્નની લાલચ આપી વીડિયો કોલ દરમ્યાન વસ્ત્રો ઉતારવા મજબૂર કરી પોતાની આ બોલ્ડ ન્યૂડ તસવીરો ના સ્ક્રીન શોટ પાડી આ ફોટાઓને વાયરલ કર્યા હોવાની શંકા ફરિયાદી યુવતીએ દર્શાવી છે. પોતાની બે બહેનપણી ઓએ તેમને અલગ અલગ બોલ્ડ ન્યૂડ ફોટાઓ મળ્યા હોવાની જાણ ફરિયાદી યુવતીને કરી હતી. ત્યારબાદ પદ્ધર પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરાઈ છે.

(10:27 am IST)