સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th July 2021

મોરબીમાં રોડની હાલત મામલે તંત્ર જાગ્યું પરંતું કામગીરી અધુરી

મોરબી : શહેર અને જીલ્લામાં શનિવારથી વરસાદી માહોલ સર્જાયો હતો અને સોમવાર સુધી સારો વરસાદ વરસતા રોડ રસ્તામાં ઠેર ઠેર ગાબડા જોવા મળતા હતા જે અંગે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવ્યા બાદ તંત્ર જાગ્યું તો ખરું પરંતુ હમેશની જેમ ઓછી અધુરી કામગીરી કરી સંતોષ માની લીધો હોય તેમ લાગી રહ્યું છે. ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ મોરબીના ઉમિયા સર્કલથી રફાળેશ્વર જતા કેનાલ રોડ પર ખાડા પડી ગયા હોય જે મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી જે રજૂઆત બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું તો ખરું પરંતુ હમેશની આદત મુજબ તંત્રએ અધુરી કામગીરી જ કરી છે કેટલાક ખાડાઓ બુર્યા છે પરંતુ કેટલાક ખાડા હજુ તંત્રને દેખાયા જ ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને કામગીરી પૂર્ણ કરવામાં તંત્રને શું સમસ્યા નડે છે તે નાગરિકોને સમજાતું નથી તો બધા ખાડા પુરવામાં નહિ આવે તો વૃક્ષારોપણ કાર્યક્રમ કરાશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.

(1:09 pm IST)