સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th July 2021

ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના ગામોમાં વિકાસકામો અટકાવી દેવાયાની રોષભેર રજૂઆત

ધ્રોલઃ તાલુકાના ક્ષત્રિય સમાજ આગેવાનો અને સરપંચો દ્વારા જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમસિભાઈ ચનિયારાની શુભેચ્છા મુલાકાત લીધેલ અને ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ ગામોમાં આજ દિવસ સુધી એક તરફી મતદાન કરી ને જંગી લિડ આપેલ છે તેમ છતાં જુથવાદને લઈને વિકાસ ના કામો ને થભાવિ દેવામા આવ્યા છે અને પાર્ટીના જ અમુક લોકો દ્વારા વ્યકિત ગત રાગ દ્વેષ રાખી ને વિકાસ ના કામો અટકાવી દેવામાં આવે છે તો વિકાસના કામો ફરી વેગવન્તા થાય તે અંગે રજુઆત કરવામાં આવેલ અને ધ્રોલ સરપંચ સંગઠન ના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા થોડા દિવસ પહેલા જીલ્લા પંચાયત ના પ્રમુખ ને રજુઆત કરવા આવેલ ખેગારકા ગામના સરપંચ પતિને જીલ્લા પંચાયતના શિક્ષણ સમિતિ ચેરમેન લખધિર સિંહ જાડેજા દ્વારા જે ફડાકા મારવામાં આવેલ હતા તેને વખોડવામાં આવેલ આ ઘટનાથી પાટીદાર સમાજમાં દ્યેરા પ્રત્યાઘાતો પડીયા છે. આ તકે, ધ્રોલ તાલુકા ભાજપ ના પુર્વ. પ્રમુખ ડો.રાજેન્દ્ર સિંહ જાડેજા બ્રીજરાજસિહ જાડેજા સદસ્ય તાલુકા પંચાયત.વિરેન્દ્ર સિંહ જાડેજા(સરપંચ રાજપર) રાજદિપ સિંહ જાડેજા (જારીયા માનસર).ભગીરથ સિંહ જાડેજા (ઉપ.પ્રમુખ ધ્રોલ તાલુકા ભાજપ)કનક સિંહ જાડેજા ( સરપંચ ખાખરા) યુવરાજસિંહ જાડેજા ( સરપંચ નાના વાગુદડ) ધર્મન્દ્ર સિંહ જાડેજા (સરપંચ હજામચોરા) ઉપેન્દ્ર સિંહ જાડેજા(સરપંચ હાડાટોડા) અનિરુદ્ઘ સિંહ જાડેજા (સરપંચ મોટા વાગુદડ) રાજભા જાડેજા (સરપંચ ડાગરા) અરજુન સિંહ જાડેજા (ગઢડા) હાજર રહયા હતા ત્યારની તસ્વીર.

(1:12 pm IST)