સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th July 2021

મોરબીના સરદારબાગ પાસે ભરાતી શાકમાર્કેટ અન્ય સ્થળે સ્થળાંતરિત કરવા માંગ

શાળા કોલેજો શરુ થઇ છે જેથી અન્ય સ્થળે સ્થળાંતર કરો: સામાજિક કાર્યકર નીર્મીતભાઈ કક્કડે જીલ્લા કલેકટરને રજૂઆત કરી


મોરબી :  સરકાર દ્વારા શાળા કોલેજ શરુ કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે મોરબીના સરદાર બાગ સામે ભરાતી શાકમાર્કેટ અન્ય સ્થળે સ્થળાંતરિત કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે
મોરબીના સામાજિક કાર્યકર નીર્મીતભાઈ કક્કડે જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે શનાળા રોડ પર સરદાર બાગ સામે વહેલી સવારથી શાક માર્કેટ ભરાય છે હાલ સરકારે શાળા અને કોલેજો શરુ કરવા જાહેરાત કરી છે અને યુનીવર્સીટીની વિવિધ વિદ્યાશાખાની ઓફલાઈન પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે જેથી વહેલી સવારથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે વિદ્યાર્થીઓને પાર્કિંગ બાબતે પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે શાક માર્કેટને પગલે ઢોરનો ત્રાસ રહે છે
જેથી વિદ્યાર્થીઓના હિત અને આરોગ્યની રક્ષા માટે શાક માર્કેટ અન્ય સ્થળે ખસેડાય તે જરૂરી છે સરદાર બાગ સામે ભરાતી માર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળે છે અને માસ્ક બાબતે પણ લોકોમાં ઓછી જાગૃતતા જોવા મળે છે જેથી શાક માર્કેટ અન્ય સ્થળે ખસેડવા યોગ્ય પગલા ભરવા માંગ કરી છે

(10:51 pm IST)