સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th July 2021

‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર-૨૦૨૧’ માટે તા. ૧૫ ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે

તા. ૩૧ ઓકટોબર ૨૦૨૧ના રોજ ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર-૨૦૨૧’ એનાયત કરાશે

મોરબી :  ભારતની એકતા અને અખંડતામાં શ્રેષ્ઠ યોગદાન આપવાના ક્ષેત્રમાં સર્વોચ્ચ નાગરિક સન્માન, સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા ચાલી રહી છે અને અરજી કરવાની છેલ્લી તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ છે. ભારતના નાગરિકો/સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન પુરૂ પાડવા તથા તેમના નોંધપાત્ર યોગદાનને સન્માનવા માટે આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. તા. ૩૧ ઓકટોબર ૨૦૨૧ના રોજ ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર-૨૦૨૧’ એનાયત કરવામાં આવનાર છે.

પાત્રતા ધરાવતા વ્યક્તિ/ સંસ્થા/ સંગઠન તેમના નામાંકન-ભલામણ માત્ર નિયત નમૂનામાં કેન્દ્રીય ગૃહમંત્રાલયની વેબસાઈટ ઓનલાઈન પોર્ટલ http://www.nationalunityawards.mha.gov.in પર કરી શકાશે.
સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી પુરસ્કૃત કરવામાં આવતા આ પુરસ્કાર ખાસ અને પ્રેરણાદાયક વ્યક્તિઓની ઓળખ પ્રદાન કરે છે, જેથી રાષ્ટ્રીય એકતા અને અખંડતાને પ્રોત્સાહન આપી શકાય છે. સાથે જ મજબૂત અને અખંડ ભારતના મહત્વ પર પણ ભાર આપી શકાય.

(10:55 pm IST)