સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th August 2020

માળીયામિંયાણામાં મચ્છુ તારા ધસમસતા પાણી ૮૦૦ થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા : ઘરવખરી તણાઇ

(રજાક બુખારી-ગોપાલ ઠાકોર દ્વારા)માળીયામિંયાણા,તા. ૨૯: માળીયામિંયાણામાં મચ્છુ નદીના ધસમસતા પાણી ઘૂસી જતા વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે જેમા શહેર અને વાંઢ વિસ્તારમાં ભારે તબાહી મચાવતા ૮૦૦થી વધુ ઘરોમાં પાણી ઘુસી જતા ગરીબોના અનાજ ઘરવખરી તણાઈ જતા બેહાલ બન્યા છે તાજેતરમાં માળીયા પર મેઘતાંડવ અને મચ્છુ નદીના પાણીએ લોકોની ઉંદ્ય હરામ કરી નાખી હતી જેથી ભારે તારાજી જેવો માહોલ માળીયા શહેરમાં જોવા મળી રહ્યો છે પુર બાદ ઓસરતા પાણીથી ધીરે ધીરે મચ્છુ નદીના પાણીનો કહેર સામે આવી રહ્યો છે અને ઠેરઠેર કાદવ કીચડમાં લોકો અવરજવર કરવા મજબુર બન્યા છે તદુઉંપરાત માળીયા નેશનલ હાઈવે પર પાણી ફરી વળતા કચ્છ હાઈવે બ્લોક કરાયો હતો જોકે પાણી ઓસરયા બાદ યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી રોડ પરના ગાબડા દુર કરી કચ્છ હાઈવે પુર્વાતીત કરાયો હતો પરંતુ ખીરઈ આસપાસ હાઈવેની હાલત પૂરના પાણીએ બદતર કરી નાખતા બંને સાઈડ મસમોટા ખાડા થઈ જતા ભારે તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છેકે વર્ષો વર્ષ મચ્છુ નદીના પાણી માળીયા ઉપર ફરી વળે છે તેનો યોગ્ય નિકાલ કરના તંત્ર પાસે કોઈ આઈડીયા નથી કે પછી મીલીભગત છે તેવા સવાલ ઉઠી રહ્યા છે ૨૦૧૭ની સાલમાં કલેકટર દ્વારા સોલ્ટ કંપનીના પાળા તોડી પાડવા આદેશ કરાયો હતો જેથી માળીયામાં પુરના પાણી ઘુસી જતા અટકાવવા નિર્ણય કરાયો હતો જે આજદીન સુધી સોલ્ટ કંપનીના પાળા જ માળીયા આસપાસ ઘુસતા પાણીનુ કારણભુત હોય હવે તંત્ર જવાબદાર હોવાની ચર્ચા થઈ રહી છે આમ માળીયા શહેરમાં મચ્છુ નદીના પાણી મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરીમાં છ થી સાત ફૂટ પાણી ઘૂસી જતાં બન્ને કચેરીનું જરૂરી અસલ રેકર્ડ રજીસ્ટર કોમ્યુટર અને ફર્નિચર પલળી ગયા હતા ઈલેકટ્રીક સાધન સામગ્રી પણ પાણીમાં ગરકાવ થઈ હતી બન્ને કચેરીને નુકશાન થવા ઉપરાંત પાણી ઓસરતા માટીની રબડી અને કાદવ જામ્યા છે જેમા લોકોની અવરજવર સ્વાથ્થય માટે જોખમી હોય તાત્કાલિક સાફસફાઈ તેમજ સમગ્ર માળીયા શહેરમાં સર્વેની કામગીરી હાથ ધરી યોગ્ય સહાય આપવા માંગ ઉઠી છે.

(11:16 am IST)