સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th August 2020

સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

ધરતીપુત્રના વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ : રાજશીભાઇ જોટવા

પ્રભાસ પાટણ ,તા. ૨૯: મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને ખેતીવાડી વિભાગની નવી યોજનાઓની ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડૂતોને મદદરૂપ થવાના હેતુથી સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે કારડીયા રાજપુત ધર્માલયમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. રાજય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવાના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં વેરાવળ,ઙ્ગસુત્રાપાડા અને તાલાળા કલ્સટર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં શ્રી જોટવાએ જણાવ્યું હતું કે,ઙ્ગધરતી પુત્રના સમગ્ર વિકાસ માટે અને ખેડૂત કલ્યાણના સુત્રને સાચા અર્થમાં સાકાર કરવા રાજય સરકાર કટિબધ્ધ છે. માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના લાખો કિસાનોના વ્યાપક હિતમાં આ યોજનાની જાહેરાત કરી છે. ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડૂતોને આર્થિક નુકશાન કરનાર પરિબળ છે. આવા કુરદતી આપત્ત્િ।માં ખેડૂતોને થતા પાક નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજયના વિસ્તારોને આવરી લે તેવી યોજના અમલમાં મુકવા સરકારશ્રીએ નિર્ણય કર્યો છે. તેમ જણાવી તેઓશ્રીએ ખેતીવાડી ક્ષેત્રે નવી યોજનાઓનો મહત્ત્।મ લાભ લેવા ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવરે પણ આ યોજનાની વિસ્તૃત જાણકારી આપી અને જણાવ્યું હતું કે,ઙ્ગઆ યોજનાનો લાભ રાજયના તમામ ખેડૂતોને આ વર્ષની ખરીફ સિઝન માટે તેમના દરેક પાક માટે મળવાનો છે.

સંયુકત ખેતી નિયામકશ્રી(વિ.),જુનાગઢ વિભાગ ડી.બી.ગજેરા અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એસ.બી.વાદ્યમશીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વિસ્તૃત જાણકારી અને ખેતીવાડી ક્ષેત્રે નવી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. જેમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી,ઙ્ગજીવામૃત બનાવવા કીટ માટે સહાય,ઙ્ગકિસાન પરિવહન યોજના,ઙ્ગખેડૂતો અને ખેત મજુરો માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના,ઙ્ગમુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર સહિતની યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી ખેડૂતોને માહિતગાર કર્યા હતા.

આ તકે અગ્રણીયશ્રી માનસિંગભાઇ પરમાર,ઙ્ગધીરૂભાઇ સોલંકી,ઙ્ગરામભાઇ વાઢેર,જગમાલભાઇ,ઙ્ગ હરીભાઇ,ઙ્ગહરદાસભાઇ સોલંકી,ઙ્ગ ભગવાનભાઇ બારડ,ઙ્ગ પ્રતાપભાઇ પરમાર,ઙ્ગ જગમાલભાઇ,ઙ્ગબસુભાઇ મેર,ભગવાનભાઇ ખુંટડ, ગોવિંદભાઇ મેર,નાયબ પશુપાલન નિયામકશ્રી પટેલ,મદદનીશ ખેતી નિયામકશ્રી વિનય પરમાર સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમ આત્મા યોજના દ્વારા થયેલ જેમાં શાબ્દીક સ્વાગત નાયબ ખેતી નિયામકશ્રી (વિ.) પરસાણીયા કેતન અને આભારવિધિ હરીભાઇ બારડે કરી હતી તેમજ કાર્યક્રમનું સંચાલન મદદનીશ ખેતી નિયામક જૂનાગઢ શ્રી નિશાંત ચૈાહાણે કર્યું હતું.

(11:18 am IST)